મોરબીના દલવાડી સર્કલ પાસે થયેલી ૧.૧૯ કરોડ ની દિલધડક લુંટ કેસમાં ત્રણ આરોપી ની ધરપકડ કરી ૭૯.૭૪લાખની રોકડ રકમ કબજે કરી હતી બાદ આજ વધુ બે આરોપીની ધડપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી
૩૧ માર્ચ નાં વહેલી સવારે રાજકોટ થી આવેલા આંગડિયા પેઢીના રૂપિયા ૧.૧૯ કરોડ નાં પાર્સલ ની લૂંટ ચલાવીને બુકાનીધારીઓ નાસી છૂટયા હતા જે અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં જ ગણતરીના દિવસોમાં જ આ દિલધડક લૂંટનો ભેદ ઉકેલાયો ગયો હતો જેમાં મુખ્ય સૂત્રધાર રાજકોટની સોમનાથ ટ્રાવેલ્સના ડ્રાઇવર જાવેદ અલારખા ભાઈ ચૌહાણ નું નામ ખુલ્યું હતું બસ ચાલાક જાવેદે એ પોતાના સગા ભાઈ પરવેજ અલારખા ચૌહાણને લૂંટની ટીપ આપી હતી અને પંકજ કેશા ગરામંડીયાએ સાથે મળી સમગ્ર લુંટ નું આયોજન બનાવી રૂપિયા ૧.૧૯ કરોડ ની લુંટ નેં આખરી અંજામ આપ્યો હતો આથી પોલીસે મોહમ્મદ અલી પરવેઝ અલ્લારખા ચૌહાણ સવસી હકાભાઇ ગરામંડીયા અને સુરેશ મથુરભાઈ ગામંડીયાને ઝડપી રિમાન્ડ ની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આ દરમિયાન આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા અને લુંટની ટીપ આપનાર અબ્દુલ કાદિર ઉફૈ જાહિદ અલ્લારખા ભાઈ અને ઇમરાન અલારખા ભાઈ ચૌહાણને પોલીસે ઝડપી પાડયા હતા હજુ પંકજ કેશાભાઈ ગરાભડીયા પોલીસ પકડથી દૂર હોય તેને પકડવા પોલીસે તપાસનો દોર ચાલુ રાખેલ છે
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસેથી અને મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાંથી વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઈસમ ધરમશીભાઇ...
ટંકારા તાલુકાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભરડીયા રોડ પર આવેલ શ્રી સંકલ્પ ગોડાઉનની બાજુમાં નામ વગરના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા નહી લગાવી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ કારખાનામાં, ગોડાઉનમાં તેમજ ઔદ્યોગિક જગ્યાએ સીસીટીવી કેમેરા...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા સગીરવયની માનસીક અસ્થિર દીકરી સાથે બનેલ દુષ્કર્મ/ પોક્સોના ચકચારી ગુનાના આરોપીને તાત્કાલીક અસરથી પકડી મજબૂત પુરાવાઓ એકત્રીત કરી સમયમર્યાદામાં ચાર્જશીટ કરી આરોપીને આજીવન કેદની સજા કરાવી ફરીયાદીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા ન્યાય અપાવવામાં આવ્યો.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2022 મા...