ગુજરાત સરકાર ને મોરબી જિલ્લાના લોકો અને પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા દ્વારા લેખિતમાં અનેકવાર મેડિકલ કોલેજ શરૂ કરવાની માગણી કરવામાં આવી હોય આ માગણી ને ધ્યાને લઇ મોરબી માળિયા વિધાનસભા ની પેટા ચૂંટણીના સમયે વિધાનસભા પેટાચૂંટણી જીતવા જાણે સરકારે મેડીકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત શનાળામાં કરોડોની કિંમતની જમીનમાં લોલીપોપ આપ્યો હતો જોકે ચૂંટણી જીતી ગયા બાદ મેડિકલ કોલેજની આખી ફાઇલ અભેરાઇએ ચઢાવી દીધી હતી.
જોકે ફરી ચૂંટણી નજીક આવતા ફરી આ ફાઇલની ધૂળ ઉડાડવા બહાર કાઢી હોય એમ રાજય સરકારના કમિશ્નર ની કચેરી, આરોગ્ય તબીબ સેવાઓ, અને તબીબ શિક્ષણ, વિભાગ, જીવરાજ મહેતા ભવન ની જાહેરાત આવેલ છે. જેમાં આ કોલેજને સરકારી ના બનાવતા સ્વનિર્ભર બનાવવાની જાહેરાત છે. અને રસધરાવતી સંસ્થાઓ પાસેથી તા. ૧૦/૦૪/૨૦૨૨. સુધીમાં અરજી કરવાનું કહેવામાં આવેલ છે આ જાહેરાત એવી સ્પષ્ટતા કરે છે કે હવે આ કોલેજ સરકારી નહિ પણ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સોંપવાની સરકાર તૈયાર કરીને બેઠી હોઈ તેવી હિલચાલ ચાલી રહી છે.જોકે આ હિલચાલનો વિરોધ ઊઠવાની શરૂઆત થઈ ચૂકી છે.આ અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રટરી કે.ડી.બાવરવાએ સીએમને પત્ર લખી મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવા અને તેનું સંચાલન પણ સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગણી કરી છે જૉ માગણી સ્વીકાર નહિ થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે.