મોરબીમાં સર્કીટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર રહેતા પરિણીતાની તેના પતિએ શંકા ના આધારે માથામાં દસ્તાના ધા મારીને હત્યા કરી હતી અને ત્યારબાદ આ બનાવમાં મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાની દીકરીએ ફરિયાદ નોંધાવી હતી અને જેના આધારે પોલીસે હત્યા કરનારા પતિની ધરપકડ કરી
વિદ્યુત નગરમાં રહેતા પ્રવિણભાઇ રામભાઈ કુબાવત નામના આધેડે પોતાના પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર વર્ષ 55) માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી જેથી મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીના રે પાર્ક શેરી નંબર 4 માં રહેતી મૃતકની દીકરી નિશાબહેન મેહુલભાઈ રામાનંદી(ઉંમર વર્ષ 24) એ તેન પિતા પ્રવિણભાઈ મંછારામભાઈ કુબાવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેમની માતા ભાવનાબેન સાથે તેના પતિ પ્રવીણભાઈ અવાર-નવાર ઝઘડા તેમજ મારઝુડ કરતા કરતા હતા
ગત શુક્રવારે બપોરના સમયે તેની માતા ભાવનાબેન ઘરે એકલા હતા ત્યારે તેના પતિ પ્રવિણભાઈએ લોખંડના દસ્તાના ધા મારી ને ફરિયાદીની માતાની હત્યા કરી નાખી હતી આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી પ્રવીણભાઈ કુબાવત (ઉંમર વર્ષ 56) વિદ્યુતનગર વાળા ની ધરપકડ કરેલ