Sunday, September 22, 2024

મોરબીમાં લોકસેવક સ્વ. ગોકળદાસ પરમારની પુણ્યતિથીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં આજે મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ  ડો.નિમાબહેન આચાર્યના હસ્તે ‘ગાંધીબાગનું પુષ્પ’ : ‘ગોકળદાસભાઈ પરમાર’ સ્મૃતિગ્રંથનું વિમોચન અને સ્વ. ગોકળદાસભાઈ પરમારના સ્ટેચ્યુની અનાવરણ વિધિ યોજાઈ હતી.

આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  ડો.નિમાબહેન આચાર્યએ જણાવ્યું હતું કે, સ્વ.ગોકળદાસ બાપા જે મુંબઈ વિધાનસભાના પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નીડર, નિષ્પક્ષ ગાંધીવાદી અને સૌના માટે અવિરત પણે કામ કરતા સ્વ.ગોકળદાસ બાપાનું જીવન સૌના માટે પ્રેરણારૂપ છે. તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિતે આજે મોરબી રાષ્ટ્રીય સેવા મંડળે ખુબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આજે તેમના પુસ્તકનનુ વિમોચન હતું. જેમાં ગાગરમાં સાગરની જેમ અનેકવિધ માહિતીઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. સાથોસાથ આજે ગોકળદાસ બાપાના સ્ટેચ્યુની અનાવરણ વિધિ પણ કરાઈ છે. જેમાં તેમના સાઇકલથી લઈને ચશ્માં સુધીની તેમની દરેક વસ્તુઓ સાથેના મ્યુઝીમનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. લોકોની સેવા રાષ્ટ્ર સેવાએ જ તેમના જીવનનો ધ્યેય હતો. તેમને આજે વિધાનસભાનું સન્માન પત્ર તેમણે અર્પણ કરીને હૃદયલાંજલી આપવામાં આવી છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યનાં આપણે સૌ દેશવાસીઓ અને મોરબીવાસીઓ સાક્ષી છીએ. એવા જ મોરબીના ગાંધીજી એટલે સ્વર્ગસ્થ ગોકળદાસ બાપા. હું, તમે અને મોરબીની સમસ્ત પ્રજાએ ગોકળદાસ બાપાને માણ્યા છે એમની મહેનતની પળોના આપણે સૌ મોરબીવાસીઓ સાક્ષી હતા. સ્વતંત્ર સેનાની સ્વર્ગસ્થ ગોકળદાસ બાપા આઝાદીના કાળમાં સહકારી ક્ષેત્રના ખૂબ જ મોટા ધુરંધર હતા.સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ગોપાલદાસ બાપા બંને સાથે કામ કરતા હોય એ સમયનું એક સંભારણું આજે મને યાદ છે કે આપણી મોરબી વિભાગીય જૂથ સેવા સહકારી મંડળી જે આખા ગુજરાતની સૌથી મોટી સહકારી મંડળી છે એ મંડળીની સ્થાપના કરવાનું અને ત્યારબાદ તેના પ્રમુખ પદને સાંભળીને સુંદર કામગીરી કરવાનો સંપૂર્ણ શ્રેય સ્વ.ગોકળદાસ બાપાને ફાળે જાય છે. જ્યારે મંડળીની સ્થાપના થઈ એ વખતે ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ પણ ત્યાં હાજર હતા આજે આ ઘટના મારી નજર સામે તરવરે છે આવા અનેક પ્રકારનાં સેવાકીય કાર્યો, જેવા કે સહકારી ક્ષેત્રે, પંચાયત ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે મોરબીના વિકાસ માટે અનેક ક્ષેત્રમાં સ્વ.ગોકળદાસ બાપાએ જે જહેમત ઉઠાવી છે એ ‘ના ભૂતો ન ભવિષ્યતિ જેવી છે’ એમાય આજે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મહોદયા  ડો.નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા છે અને  સ્વ.ગોકળદાસ  બાપાની પ્રતિમાનું અનાવરણ કર્યું અને તેમની સ્મૃતિ માટેનું જ મ્યુઝિયમ લોકોને સમર્પિત કર્યું, આ ઉપરાંત ગોકળદાસ બાપાની જે જીવન કથની છે તેમણે વિમોચન કર્યું છે.  અને આપણા વચ્ચે આવીને તેમણે આ સુંદર કાર્ય કર્યું તે મોરબીનું પણ ધન્ય ભાગ્ય કહેવાય. હું તેમનો આભારી છું અને ઉપરાંત આ સુંદર કાર્ય સાથે જોડાયેલા સૌ કોઈને પણ હું વંદન કરું છું કે તેમણે આ સુંદર આયોજન કર્યું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, મંત્રી બ્રિજેશભાઈ મેરજા,નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ કંઝારીયા, અરવિંદભાઇ વાંસદડીયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર