Thursday, December 5, 2024

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 27 બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના શકતશનાળા સાંઈબાબા ચોકમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના શકતશનાળા સાંઈબાબા ચોકમાં રહેતા મહિપતભાઈ ઉર્ફે ભુરો રવજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૭ કિં રૂ.૧૨,૩૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે. વાવડી રોડ મોરબી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર