મોરબીમાં રહેણાંક મકાનમાંથી રોકડ દાગીના સહિત 1.70 લાખની ચોરી
મોરબી: મોરબી રવાપર પ્રાથમિક શાળા સામે ભુમીપેલેસ ફ્લેટ નં -૭૦૩ માં પાછળના દરવાજેથી પ્રવેશ કરી કબાટમાંથી દાગીના ૧,૬૦,૦૦૦ તથા રોકડ રૂ.૧૦,૦૦૦ મળી ૧,૭૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરેલ છે. આ બનાવ અંગે ભોગ બનનાર કૈલાશભાઈ પ્રાગજીભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુત્ર જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના વતની અને હાલ મોરબી રવાપર પ્રાથમિક શાળા સામે ભુમીપેલેસ સાતમા માળે બ્લોક નં -૭૦૩ માં રહેતા કૈલાશભાઈ પ્રાગજીભાઈ જીવાણી (ઉ.વ.૪૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ચોર ઈસમએ ફરીયાદીના ફલેટમા પાછળના દરવાજેથી પ્રવેશ કરી બાથરૂમની બારી તોડી રૂમમા કબાટમાંથી સોનાની માળા તથા સોનાની બંગડી કિ.રૂ.૧,૬૦૦૦૦/- તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૭૦,૦૦૦/-ના મુદામાલ ની ચોરી કરી લઇ ગયા હોવાની કૈલાશભાઈ પ્રાગજીભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.