મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી એક જીન્સ પેન્ટની દુકાનમાં આજે એક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી.જેમાં દુકાનના માલિકે મોબાઈલ જોતી વખતે અચાનક ધુમાડા નીકળતા તેમણે મોબાઈલ ફેંકી દીધા બાદ મોબાઈલ ધડાકા સાથે ફાટ્યો હતો. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીન્સ પોઇન્ટ નામની દુકાનના માલિક કરણભાઈ રાજપૂતના જણાવ્યા મુજબ તેઓએ આજે પોતાની દુકાનમાં દસેક મિનિટથી મોબાઈલમાં વીડિયો જોતા હતા.ત્યારે અચાનક મોબાઈલમાં ધુમાડા નીકળતા તેઓ ચોકી ગયા હતા અને મોબાઈલમાં ધુમાડા નીકળતાની સાથે તેઓએ હાથમાં રહેલો મોબાઈલને દૂર ફેંકી દીધો હતો અને મોબાઈલનો ઘા કરતા ફાટ્યો હતો.જો કે તેઓએ સમય સુચકતા વાપરીને મોબાઈલનો ઘા કરી દેતાં સદનસીબે જાનહાની થઈ નથી.
