મોરબીમાં ગરીબ કલ્યાણ મેળા માં મુખ્યમંત્રી ના આગમન સમયે કોંગ્રેસ દ્વારા કાળાવાવટા ફરકાવી વિરોધ કરવાનુ જાહેર કરતા મોરબી પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ રાજુભાઈ કાવર તાલુકા પ્રમુખ કે.ડી.પડસુંબીયા,રમેશભાઈ રબારી,મહેશ રાજ્યગુરુ,ધર્મેન્દ્ર વિડજા,ભાવેશ સાવરીયા,કે.ડી.બાવરવા સહિત વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓ ની અટકાયત કરવામાં આવી હતી તેમજ મોરબી બી ડિવિઝન પોલીસે પણ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી તેમજ એન.એસ.આઈ.યુ.આઈ પ્રમુખ દેવેન્દ્રસિહ જાડેજા ની અટકાયત કરી બંને નેતાઓ ને પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યા હતા જોકે આ કાર્યવાહીને કોંગ્રેસ દ્વારા ભાજપની સરમુખત્યારશાહી અને તાનાસાહી ગણાવી હતી.