મોરબીમાં મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળો વકર્યો
ડીડીટી છંટકાવ સહિતની કામગીરીમા પાલીકા નિષ્ક્રિય
મિશ્ર ઋતુના કારણે રોગચાળો ફેલાયો છે સાથે સાથે મચ્છરોના ઉપદ્રવે પણ આરોગ્યની સ્થિતિને કથળાવી મૂકી છે
મોરબી નગરપાલિકા મચ્છરોના ત્રાસને નાથવામાં આળસ કરી રહી હોવાથી મેલેરિયાના કેસોમાં તોતીગો ઉછાળો આવ્યો છે. મોરબીમા છેલ્લા છ દિવસમાં જ મેલરીયા ના 280 અને ટાઈફોડ નાં 71 કેસો સિવિલ હોસ્પિટલમાં નોંધાય છે તો ખાનગી હોસ્પિટલમાં કેટલા કેસ નોંધાયા હશે તેની કલ્પના કરી શકાય છે
ઠંડી નો વરતારો જ્યારે બપોરે ગરમીની અસર જેવા મિશ્ર વાતાવરણના કારણે રોગચાળો શરૂ થયો છે ખાનગી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલ પર દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે તો મચ્છરોના ઉપદ્રવ પણ સાથે સાથે વધ્યો છે તેને નિયંત્રણમાં લેવામાં મોરબી નગરપાલિકા વામણી પુરવાર થતાં મેલેરીયા ના કેસો અને ટાઈફોડના કેસોમાં જબરો ઉછાળો જોવા મળી આવ્યો છે
પોતાના અંગત હિતો માટે હંમેશા વ્યસ્ત રહેતા સુધરાઇ સભ્યો અને અધિકારી કર્મચારીઓ પ્રજાના આરોગ્ય લક્ષી પ્રશ્નો માટે દરકાર લેવા તૈયાર નથી મોરબી સિવિલ હોસ્પિટલ માંથી મળેલા આંકડા મુજબ તારીખ 6 માર્ચ થી 12 માર્ચ સુધી માંજ મેલરીયા ના 280 અને 71 જેટલા કેસો સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલના છે તો ખાનગી દવાખાનામાં કેટલા કેસો નોંધાયા હશે? મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવા છતાં પાલિકા તંત્ર ડીડીટી છટકાવ ગટરો નાં ગંદા પાણીના ભરાવને રોકવા સહિતની કામગીરી હાથ ધરતી નથી ચૂંટણીમાં પ્રજા માટે કામ કરવાના શપથ લેનારા સુધરાઈ સભ્યોમાં શરમનો છાંટો પણ બચ્યો નથી ટેન્ડરો પાસ કરાવવા હોય તો એક્ટિવ રહેતી પાલિકા તંત્ર પ્રજાલક્ષી કાર્યોમાં ડી-એક્ટિવ થતી જોવા મળે છે આમ મોરબી શહેરની પ્રજા રામ ભરોસે હોવાનું પ્રતિત થઈ રહ્યું છે