મોરબીમાં મંદિરમાં ગાળો બોલવાની ના પાડતાં આધેડને સાત શખ્સોએ જાનથી મારી નાંખવાની આપી ધમકી
મોરબી: મોરબીમાં આધેડે મંદિરમાં ગાળો બોલવાની ના પાડતાં સાત શખ્સોએ વેજીટેબલ રોડ ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં આધેડને ઘરે જઈ તોડ ફોડ કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર આધેડે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વેજીટેબલ રોડ, ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં મોરબી -૨ મા રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા (ઉ.વ.૬૧) એ આરોપી ચિરાગભાઇ જેસંગભાઇ ચૌહાણ, રહે. પંચમુખી હનુમાન મંદીરની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી, જુસબભાઇ હબીબભાઇ રહે.ઉમા ટાઉનશીપ સામે મોરબી, વલ્લીમામદ હબીબભાઇ જામ રહે.ઉમા ટાઉનશીપ સામે મોરબી, મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા રહે.મયુરપેલેસ પાસે મોરબી-૨ મુળ રહે.ગુંગણ તા.જી.મોરબી, જગદીશભાઇ ગોગાભાઇ ઠાકોર રહે. ધરમપુર તા.જી.મોરબી, પ્રભુભાઇ બાબુભાઇ સુરેલા રહે.ભીમસર વેજીટેબલ રોડ મોરબી, મેરૂભાઇ જેસંગભાઇ ચૌહાણ રહે. પંચમુખી હનુમાન મંદીરની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીએ અગાઉ આરોપીઓના છોકરા મંદિરમા જેમતેમ બોલતા હોય જેથી ત્યા ગાળો નહી બોલવા અને જતા રહેવા જણાવેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ ફરીયાદીના ઘરે જઇ જેમતેમ ગાળો બોલી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની સેલેરીયો ગાડીના કાચ તોડી નુકશાન કરી તથા ફરીયાદીના મકાનની બારીઓમા છુટા પથ્થરના ઘા કરી નુકશાની કર્યું હોવાની ભોગ બનનાર વનરાજસિંહએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ- ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
