મોરબી શહેરના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા દીપક દિલીપભાઈ રાઠોડ નામના યુવકના મોટા બાપુના દીકરા જીતેન્દ્રના લગ્ન આરોપીના કૌટુંબિક દીકરી સાથે 5 વર્ષ પહેલા થયા હતા
જે બાબતે ફરિયાદી અને તેના પરિવારજનો સાથે આરોપીઓ અજય શિવા સારેશા,શિવા કેશુભાઈ સારેશા,જશવંત કેશુભાઈ સારેશા,જયાબેન કેશુભાઈ સારેશા નામના આરોપીઓએ ઝઘડો કરી મારમારી કરી હતી તેમજ ફરિયાદિ અને તેમના પરિવાર જનોને જાનથી મારી નાખવાની ધમકી હતી.સામેપક્ષે શિવાભાઈ કેશુભાઈ સારેશા નામના યુવાને પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી જે મુજબ આરોપી જીતેન્દ્રએ શિવાભાઈની કૌટુંબિક દીકરી સાથે 5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતાતેમજ આરોપી દિલીપની દિકરીએ શિવાભાઈના મિત્રના પુત્ર સાથે લગ્ન કર્યા હતા જે બાબતે મનદુઃખ ચાલતું હતું અને આ મ્ન્દુખનો ખાર રાખી આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જ્લ્પો જેન્તી રાઠોડ,દિલીપ સીદિભાઈ રાઠોડ,દીપક દિલીપ રાઠોડ,લખમણ ઉર્ફે લખન મોહનભાઈ રાઠોડ સહિતનાએ હુમલો કર્યો હતો.બનાવ અંગે બી ડીવીઝન પોલીસમથકમાં સમસમી ફરિયાદ નોધાઈ હતી બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.