મોરબી શહેરમાં મારામારી અને નાના મોટા ઝઘડાઓ નાં કિસ્સા ઓં વારે ઘડીએ સામે આવતા હોય છે ત્યારે દલવાડી સર્કલ નજીક આવેલી ઉમા રેસીડેન્સીમાં બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા એક જ પરિવારના 3 શખ્સોએ આધેડ મહિલાને ધોકાથી માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમા રેસીડેન્સીમાં રહેતા આધેડ મિલા અનસોયાબેન અંબાણી તેના જ વિસ્તારમાં રહેતા આરોપી સાગર, સાગરના ભાઇ અને તેમના પિતાને બાઇક સરખી રીતે પાર્ક કરવાનું કહેતા આરોપી સાગરના ભાઈ અને તેના પિતાએ બોલાચાલી કરી ગાળો આપી હતી જયારે સાગરે ગાળો આપી પોતાના હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરી.ના ડાબા હાથ ઉપર મારી ફરી.ને ડાબા હાથ ઉપર ફેકચર જેવી ઇજા કરી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કેમ આ દિશામા કોઈ તપાસ કરતી નથી તેવા ઉઠતા સવાલ
છેલ્લા થોડા સમયથી મોરબી જિલ્લામા પેટકોક નામના કોલસાની ચોરીનું કૌભાંડ અને હલકી ગુણવતા વાળો કોલસો સારી ગુણવતા વાળા સાથે ભેળસેળ થતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ક્ર્મશ: smc અને જિલ્લા એલ.સી.બી.એ રેડ પાડી હતી પરંતુ મહત્વનું એ છે...
મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, વાંકાનેર નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, માળીયા(મીં.) નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તેમજ ૨- ચંદ્રપુર તાલુકા પંચાયત મતદાર વિભાગ (વાંકાનેર) અને ૧૨-સરવડ તાલુકા પંચાયત મતદાર વિભાગ (માળીયા મીં.)માં સમાવિષ્ટ થતા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય...