મોરબીમાં બહુચર્ચિત જમીન કોભાંડ મામલે પોલીસ ફરીયાદ નોંધાય
મોરબીમાં જમીન કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ થઈ તે ખૂબ સારી બાબત છે હજુ પણ ઘણા જમીન કૌભાંડો ની ફરિયાદ જેમ ને તેમ છે કે પછી થતી જ નથી કારણ માથાભારે લોકો અને રાજકીય પીઠબળ ધરાવતા લોકો સામે કોણ ફરિયાદ કરે અને જ્યારે કોઈ સામે પડવાની હિંમત કરે ત્યારે માથાભારે અને રાજકીય માણસો ફરિયાદીને ચૂપ કરાવવાની કોશિશ કરતા હોય છે પરંતુ સત્યને કોઈ દબાવી શકતું નથી અંતે બહુચર્ચિત એક જમીન કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ ફરિયાદ નોંધાય છે
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શિવાલીક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખેતીકામ કરતા ભગવાનજી ભાઈ ખીમજીભાઈ દેત્રોજા નામના વૃદ્ધને અંબારામભાઈ ડાયાભાઈ પટેલે વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે નંબર ૭૫૦ તથા સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ હે.આર.ચો.મી. વેચવાની હોવાની વાત કરી હતી ભગવનજી ભાઈને જમીન ખરીદવાની હોવાથી અંબારામભાઈનો સંપર્ક કર્યો હતો. જે બાદ ત્રણેય સર્વેની જમીન ખરીદવા રૂ.14કરોડમાં સોદો નક્કી થયો હતો.આ 14 કરોડના બદલામાં ફરિયાદીના ભાઈનો જેપુર ખાતે આવેલ પ્લોટ જેની કિંમત 6 કરોડ ગણવા અને તે જમીન જે જમીન વેચે છે તેમના નામે કરવા જ્યારે બાકીની રકમ પૈકી 3 કરોડ જે તે વખતે આપવા અને બીજી રકમ દસ્તાવેજ બને ત્યારે આપવા એવું નક્કી થયું હતું જેથી ભગવાનજી ભાઈ એ ટુકડે ટુકડે રૂ 3 કરોડ જમીન લે વેચ કરતા અંબારામ પટેલને આપ્યા હતા. જોકે થોડા સમય બાદ ભગવાનજીભાઈને જાણ થઇ હતી કે તેઓ જે જમીન ખરીદી કરે છે તેના મૂળમાલિક કાંતાબેન ડાભી ને તેમની જમીનનો સોદો થઈ ગયો તેની જાણ જ નથી અને જે વ્યક્તિ કાંતાબેન નામે સવિતાબેન ભગવાનજીભાઈ નકુમ અને સાક્ષી તરીકે સહી કરનાર પિન્ટુભાઈ નકુમ અને અલ્પેશ નકુમ હોય આ ત્રણેય આરોપીઓએ ક્રમશ કાંતાબેન તેમજ તેમના પુત્રના નામના બોગસ આધાર કાર્ડ બનાવ્યાં હતા અને બાકીના તમામ આરોપીઓની મદદથી તેમની સાથે છેતરપીડી કરી હતી.તેમજ જમીન સોદખતમાં મળેલ રૂ 3.5 કરોડ જેટલી રકમ પણ એક બીજાએ ભાગ બટાઈ કરી અંગત હેતુ માટે વાપરી હતી.
બનાવ અંગે ભગવાનજીભાઈએ આરોપી અંબારામભાઇ ડાયાભાઇ પટેલ , અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા ,ચુનીલાલ મકનભાઇ સતવારા ,હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બનાવઅંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી તમામ આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
