Sunday, September 29, 2024

મોરબીમાં બળજબરીથી ઉંચુ વ્યાજ વસુલનાર ઇસમ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજે નાણા ધિરધાર અને બળજબરીથી ધાક ધમકી આપી ઉંચુ વ્યાજ વસુલનાર ઇસમ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં મોટા ભાગે જરૂરીયાતમંદ લોકો દ્વારા અમુક ઇસમો પાસેથી નાણા લેવામાં આવે છે જેમાં કેટલાક ઇસમો દ્વારા ઉંચા વ્યાજે નાણા ધીરધાર કરીને નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણુ વ્યાજ વસુલવામાં આવે છે. તેમજ વ્યાજના નાણાની વસુલી માટે ધાક ધમકી આપી બળજબરી કરવામાં આવે છે અને ઘણી વખત લેણદારની મિલ્કત પણ બળ જબરીથી પડાવી લેવામાં આવે છે. આવા બનાવ નિવારવા માટે વ્યાજખોરોની ગેરકાયદેસ પ્રવૃત્તિ અટકાવવા સારૂ ઝુંબેશ રાખેલ હોય, જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જિલ્લાના તમામ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા માટે કડક હાથે કાર્યવાહી કરવા સૂચના કરેલ અને આવી ગેરકાયદેસર પ્રવિત્ત અટકાવવા સારૂ અલગથી એક ટીમની રચના કરેલ હોય, જે અનુસંધાને આજરોજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. દ્વારા ઉંચા વ્યાજે નાણા ધિરધાર વિરૂધ્ધ ભોગબનનારની ફરીયાદ અરજી અન્વયે આરોપી જયરાજભાઇ જીવણભાઇ સવસેટા રહે. દેવગઢ તા.માળીયા જી.મોરબી વાળા વિરૂધ્ધ આઇ.પી.સી.ની ભારે કલમો તથા નાણા ધિરધારની કલમો મુજબ ભોગબનનારની ફરીયાદ લઇ મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર