મોરબીમાં ફ્લેટમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર બાળકિશોર ઝડપાયો
મોરબી: મોરબી ના રવાપરગામ પ્રાથમીક શાળા સામે ભુમીપેલેસ ફલેટમાંથી થયેલ ચોરીના મુદામાલ સાથે બાળકિશોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
તા.૧૬/૨/૨૦૨૩ ના રોજ ફરીયાદી કૈલાશભાઇ પ્રાગજીભાઇ જીવાણી રહે.મોરબી રવાપર પ્રાથમીક શાળા સામે ભુમીપેલેસ સાતમા માળે બ્લોકનં.૭૦૩ વાળાએ ફરીયાદમાં જણાવેલ કે તા.૧૬/૨/૨૦૨૩ ના રોજ સવારના તેઓ પરીવાર સાથે લગ્ન પ્રસંગમા ગયેલ હોય બપોરે બે વાગ્યાના સુમારે ઘરે આવતા અંદરથી લોક મારેલ હોય જેથી દરવાજો નહી ખુલતા પાછળથી જઇ જોતા તેમના રહેણાંક મકાનમા કબાટમાથી સોનાની માળા તેમજ સોનાની બંગડી રૂ.૧,૬૦,૦૦૦/- તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સી.સી.ટી.વી આધારે તેમજ હયુમન સોર્સીસ મદદથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના સ્ટાફને મોરબી એસ.પી. રોડ ઉપર ચોરી કરેલ ઇસમ હોવાની ચોકક્સ હકિકત મળતા મજકુર બાળકિશોર હકિકત વાળી જગ્યાએથી મળી આવતા તેની પાસેથી ચોરીમા ગયેલ સોનાની માળા તથા સોનાની બંગડી તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- મળી આવેલ કુલ રૂ.૧,૭૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી કાયદેસર ની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૨૦૬/ ૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૮૦,૪૫૪ મુજબનો ગુન્હો ડીટેકટર અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.