Sunday, September 29, 2024

મોરબીમાં ફાયર સેફટી મુદ્દે156 બિલ્ડીંગોને આખરી નોટિસ ફટકારતુ ફાયર વિભાગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સુવિધા ઉપલબ્ધ કરાવો નહિંતર નળ કનેકશન કાપી નાખી બિલ્ડિંગ સીલ કરવામાં આવશે

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ PIL નં 118/2020 અન્વયે તારીખ 15/12/ 2020 તેમજ 25/ 2 /21 ના હાઈકોર્ટે ના ઓરલ ઓર્ડર માં જણાવ્યા મુજબ બહુમાળી બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ કાર્યરત રાખી તેનું ફાયર સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત હોય છે અને ફાયર સેફટી ની સુવિધા હોવી જોઈએ નહોય તો તંત્ર ને હાઇકોર્ટે કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા બાદ મોરબી નગરપાલિકા નો ફાયર વિભાગ દોડતો થયો હોય તેવું લાગી રહ્યું છે અગાઉ નોટિસો ફટકારી હોવા છતાં પણ દાદ ના આપતા હવે 156 જેટલા બિલ્ડિંગોને ફાયર સેફ્ટીની સુવિધાઓ વસાવી લેવા તંત્ર દ્વારા આખરી નોટિસ આપવામાં આવી છે આ નોટિસ બાદ પણ ફાયર સુવિધા ઉપલબ્ધ ન કરાય તો બિલ્ડીંગ ને સીલ કરવાની કામગીરી થશે તેવું જાણવા મળી રહ્યું છે

મોરબી નગરપાલિકાની સત્તાવાર યાદી મુજબ મોરબી નગરપાલિકા વિસ્તારમાં 156 જેટલી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી આ તમામ બિલ્ડીંગોને હવે આખરી નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ 156 બિલ્ડિંગ અને ફાયર સેફ્ટીની સુવિધાઓ વસાવી લેવાની પહેલી નોટિસ ઓક્ટોબર 2021 અને બીજી નોટિસ ડિસેમ્બર 2021 ના રોજ આપવામાં આવી હતી આમ છતાં ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ ન કરાતા હવે આખરી નોટિસ પાઠવ્યા બાદ પણ આ મુદ્દે ઢીલાશ રાખવામાં આવશે તો તંત્ર દ્વારા આંકરા પગલા ભરવામાં આવશે જેમાં પાણીની લાઈન કટ કરી બિલ્ડીંગને સીલ કરવા સુધી ની કાર્યવાહી થઈ શકે છે હાલ ફાયર સેફ્ટી મુદ્દે તંત્ર આંકરા પાણીએ હોય 156 બિલ્ડીંગોને નોટિસ આપવાની કાર્યવાહી પૂરી થયા બાદ બે સુપર માર્કેટ સહિત આઠ વાણિજ્ય કોમ્પલેક્ષ ૪૨ વાળી હોલ 4 ફિલ્મ થિયેટર પાર્ટી પ્લોટ 13 હોટલોને પણ નોટિસ આપવામાં આવશે તેવું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે ટેલીફોનિક વાતચીતમાં ચક્રવાત ન્યુઝ ને જણાવ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર