Wednesday, September 25, 2024

મોરબીમાં પ્રથમ વખત મતદાન કરવા ઉત્સુક બહોળી સંખ્યામાં યુવાનોએ કાંતિભાઈ અમૃતિયાને સમર્થન જાહેર કર્યુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કાંતિભાઈ અમૃતિયા સહીતના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં યુવાનોએ ૨૬/૧૧ મુંબઈ હુમલા ના શહીદ દીવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.

યુવાનોએ કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન દીનની ઉજવણી કરી.

આગામી તા.૧-૧૨ ના રોજ ગુજરાત વિધાનસભાનુ પ્રથમ તબક્કાનુ મોરબી-માળીયા ૬૫ વિધાનસભાનુ મતદાન યોજાવાનું છે ત્યારે મોરબી-માળીયા બેઠક પર આશરે ૨૦ હજાર જેટલા નવા યુવા મતદારો જોડાયા છે, જેઓ પ્રથમ વખત મતદાન દ્વારા લોકતંત્રનો પર્વ ઉજવવા જઈ રહ્યા છે, તેમનો જુવાળ ભાજપ તરફી જોવા મળી રહ્યો છે. આજે પ્રથમ વખત મતદાર કરવા ઉત્સુક બહોળી સંખ્યામાં યુવા મતદારોએ મોરબી-માળીયા ૬૫ વિધાનસભાના ભાજપનાં લોકપ્રિય ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાને સમર્થન જાહેર કર્યુ છે.

આજ રોજ ભારતીય બંધારણ દીન હોય, કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં યુવાનોએ રેલી યોજી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનો પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ આજ રોજ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલા માં શહીદ થયેલ દીવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે કાંતિભાઈ અમૃતિયા, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સુર્યરાજસિંહ જેઠવા, ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, સુખદેવભાઈ દેલવાડીયા,વનરાજસિંહ, વરસડા સાહેબ,અજયભાઈ કોટક, નિર્મિતભાઈ કક્કડ, ભરતભાઈ બારોટ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર