મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસુલનાર વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ
મોરબી: મોરબીમાં યુવકને રૂપિયાની જરૂર હોય જેથી વ્યાજખોરે યુવકને ૩૦ ટકાના ઉંચા વ્યાજે રૂપિયા ૫૦,૦૦૦ આપી યુવક પાસેથી ચાર કોરા ચેક મેળવી બળજબરીથી ૭,૫૦,૦૦૦ નું ઉછીના પૈસા લીધેલનુ લખાણ કરાવી લઈ તથા રૂ.૨,૦૦,૦૦૦ જેટલી વ્યાજની રકમ વસુલી હજુ વધુ પૈસા પડાવવા યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં -૪૦૦ માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા કયવન્ના શાંતીલાલ શાહ (ઉ.વ.૪૫) એ આરોપી નરેશભાઈ ગોહીલ રહે. રફાળેશ્વર વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૯-૨૦૨૧ થી આજદીન સુધી ફરીયાદીને રૂપીયાની જરૂર હોય જેથી આરોપીએ ફરીયાદીને ૩૦ ટકા જેટલા ઉચા વ્યાજે રૂપીયા ૫૦,૦૦૦/- આપી ફરીયાદી પાસેથી ૦૪ કોરા ચેક મેળવી બળજબરી પુર્વક ધમકી આપી રૂપીયા- ૭,૫૦,૦૦૦/- નુ હાથ ઉછીના પૈસા લીધેલાનુ લખાણ કરાવી લઇ તેમજ આશરે રૂ-૨,૦૦,૦૦૦/- જેટલી વ્યાજની રકમ વસુલી હજી પણ વધુ પૈસા પડાવવાના હેતુથી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતો હોવાની ભોગ બનનાર કયવન્ને આરોપી વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ ૨૦૧૧ની કલમ-૪૦, ૪૨, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.