Tuesday, September 24, 2024

મોરબીમાં નિ:શુલ્ક ત્રી-દિવસીય યોગશિબિરનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: યોગ કરવાથી સ્વાસ્થ્ય સારું થાય છે. યોગ કરવાથી મગજ શાંત રહે છે. તેમજ મન પ્રફુલ્લિત થાય છે. ત્યારે મોરબી જિલ્લામાં તા ૨૩થી ૨૫ નવેમ્બર સુધી ત્રી -દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

તા.૨૩થી ૨૫ નવેમ્બર સુધી સવારે ૫:૩૦ થી ૭:૦૦ વાગ્યા સુધી આદર્શ પ્રાથમિક સ્કુલ, આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ, શનાળા રોડ ખાતે યોગ શિબિર યોજાશે. જેમાં રાજયકાર્યકારણી ભારતીબેન રંગપરીયા, જિલ્લા પ્રભારી મીનાબેન માકડીયા, જિલ્લા પ્રભારી, રણછોડભાઇ જીવાણી, યોગ કોચ રૂપલ શાહ અને કોર્ડીનેટર વાલજીભાઇ ડાભી હાજર રહેશે.

યોગમાં આવનાર લોકોએ આસન, નેપકીન અને પાણીની બોટલ સાથે લઈ આવવાની રહેશે.

વધુ માહિતી માટે ૯૪૨૭૭ ૦૬૭૮૭, ૯૭૭૩૨ ૨૬૨૫૪ ૭૦૧૬૪ ૫૩૧૩૮, ૯૯૦૯૯ ૮૮૬૬૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર