Sunday, September 22, 2024

મોરબીમાં જુના બસ સ્ટેશને ઘણા સમયથી બંધ રિઝર્વેશન બારી શરૂ કરવા માગ કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં જુના બસ સ્ટેશને લાંબા રૂટની તેમજ ગ્રામ્ય વિસ્તારની બસો આવતી હોય છે. તેમજ દરેક રૂટની બસ મોરબી જુના બસ સ્ટેશને આવતી હોય છતા પણ મોરબી જુના બસ સ્ટેશને ઘણા સમયથી રિઝર્વેશન બારી બંધ છે જેથી તાત્કાલિક આ બારીને શરૂ કરવાની પી.પી. જોશી દ્વારા એસટી વિભાગને રજુઆત કરી છે.

મોરબી જીલ્લો બન્યો એને ઘણો સમય વિતી ગયો છે તેમ છતાં એસટી, રેલ્વે તેમજ અન્ય વિભાગ લોકોને સારી સેવા આપવામાં સફળ થયા નથી. જ્યારે મોરબીના જૂના બસ સ્ટેશન ખાતે રિઝર્વેશન બારી બંધ છે જેની અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી શરૂ થઈ નથી ત્યારે વધુ એક વખત મોરબીમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા આ બાબતે એસટી વિભાગને રજુઆત કરવામાં આવી છે. ત્યારે બસમાં મુસાફર મોંઘાદાટ ભાડા ખર્ચ કરીને નવા બસ સ્ટેશન ખાતે રિઝર્વેશન કરવા માટે જવુ પડે છે. તેથી જ જો જુના બસ સ્ટેશને કંટ્રોલ પોઇન્ટ ચાલુ છે અને સાથે જો રિઝર્વેશન બારી શરૂ કરવામાં આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે. તેમજ જુના બસ સ્ટેશન ખાતે ગંદકીના ઢગલા દુર કરવા પણ જરૂરી છે. જેથી મોરબી શહેરમાં રહેતા જાગૃત નાગરિક પી.પી. જોશી દ્વારા વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તે માટે પ્રજા વતી એસટી વિભાગને રજુઆત કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર