Tuesday, September 24, 2024

મોરબીમાં ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરો નોડલ અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારી બાબતે સમીક્ષા બેઠક યોજી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઓબ્ઝર્વરીઓએ જિલ્લામાં FST, SST, VVT સહિતની મોનિટરિંગ ટીમો, કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું

MCC આદર્શ આચારસંહિતાના પાલન અર્થે લેવાયેલ પગલાંઓ, ચૂંટણી સંબંધી ફરિયાદોના વ્યવસ્થાપન અને નિવારણ બાબતે ચર્ચા- વિચારણા કરવામાં આવી

મોરબી: ભારતીય ચૂંટણી પંચ દ્વારા મોરબી ખાતે નિમાયેલા ઓબ્ઝર્વરોઓએ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ચૂંટણી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યા જિલ્લાની વસ્તી, મતદારોની સંખ્યા, પાછલી ચૂંટણીમાં થયેલ મતદાન, નવા નોંધાયેલા મતદારો, મતદાન મથકો, એપિકકાર્ડનું વિતરણ, વિશેષ મતદાન મથકોની દ્રષ્ટિએ જિલ્લામાં કરવામાં આવેલ આયોજનની પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, સ્વીપ પ્રવૃત્તિઓ સહિત દ્વારા મતદાનની ટકાવારી વધારવાનું આયોજન, MCC આદર્શ આચારસંહિતાના પાલન અર્થે લેવાયેલ પગલાઓની વિગતવાર માહિતી, MCC ભંગની ફરિયાદો અને કમ્પલેન મેનેજમેન્ટ, C-VIGIL અને DCC માં આવેલ કોલ અને ફરિયાદોના નિરાકરણ બાબતે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઓબ્ઝર્વરોઓએ જિલ્લામાં FST, SST, VVT સહિતની મોનિટરિંગ ટીમો, કાયદો વ્યવસ્થા અંતર્ગત લેવાયેલ પગલાંઓ, પોલીસ બંદોબસ્તના આયોજન, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સ્ટાફની તાલીમ, પોસ્ટલ બેલેટથી મતદાન વિશે માહિતી મેળવતા જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાની ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર અને ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે મણિરામ શર્મા,IAS, ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે રામચંદ્રન આર.,IAS, ખર્ચ ઓબ્ઝર્વર તરીકે સિધ્ધાર્થ દાંગી, IRAS ની નિમણુક કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય અને તમામ નોડલ અધિકારીઓ સહિત જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર