મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી એક બાળક મળી આવ્યું હતું જે પરિવારથી વિખૂટું પડી ગયું હોય જેથી ચાઈલ્ડ લાઈન ટીમે બાળકના પરિવારનો પત્તો મેળવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું

તા. ૧૧ ના રોજ રાત્રીના સમયે હાઉસિંગ બોર્ડમાં ઋષિકેશ વિધાલય પાસેથી બાળક મળી આવ્યું હતું જેથી ૧૦૯૮ ની ટીમ દ્વારા બાળકને ચાઈલ્ડ લાઈન ઓફીસ ખાતે લાવવામાં આવ્યું હતું જેની સાથે વાતચીતમાં બાળક અસ્થિર મગજનું હોવાનું જણાઈ આવ્યું હતું જેથી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના આદેશ મુજબ બાળકને ચાઈલ્ડ લાઈન ઓફીસ ખાતે આશ્રય આપ્યો હતો અને બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધ કરાવી હતી

તેમજ આજે સવારે બાળકનું મેડીકલ ચેકઅપ કરી બાળકના વાલીઓની શોધખોળ કરવામાં આવી હતી બી ડીવીઝન પોલીસ સ્ટેશન મારફત બાળકના વાલીની માહિતી મળતા પોલીસ સ્ટાફ તેમજ ચાઈલ્ડ લાઈન ટીમ બાળકના ઘરે પહોંચી હતી અને વેલ્ફેર કમિટીના ચેરમેનના આદેશ મુજબ બાળક માતાને સોપવામાં આવ્યું હતું

જે કામગીરીમાં ચાઈલ્ડલાઈન મોરબી કો ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા, ટીમ મેમ્બર નમીરા બ્લોચ, કિરણબા વાઘેલા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલભાઈ શેરશીયા, સંસ્થાકીય ઓફિસર રીતેશ ગુપ્તા, લીગલ કમ પ્રોબેશન ઓફિસર રોશનીબેન, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઈ બદ્રકીય અને બી ડીવીઝન પોલીસ ટીમ જોડાયેલ હતી
