Friday, September 20, 2024

મોરબીમાં ઘંટીયાપા વિસ્તારમાંથી માતાજી ની રથયાત્રા નીકળી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દેશ ભરમાં ચૈત્રી નવરાત્રી નેં લઇ ને માતાજી ની ની ભક્તિ અને આરાધના કરવા માં આવી રહી છે ત્યારે મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટીયાપા શેરીમાં આવેલ અંબિકા આશ્રમ ખાતેથી રામનવમી નિમિતે માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું


બે વર્ષથી કોરોના મહામારીને પગલે માતાજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી જોકે હવે કોરોના ખતરો ટળી જતા રામનવમી નિમિતે માં અંબેની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી અંબિકા આશ્રમ મંદિર ખાતેથી જય અંબેના નાદ સાથે ભવ્ય રથયાત્રા શરુ કરવામાં આવી હતી જે રથયાત્રા શહેરના દરબારગઢ, ગ્રીન ચોક, નહેરુ ગેઇટ ચોક અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી
રથયાત્રામાં વિસ્તારના રહીશો અને માં અંબેના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજેના તાલે બહેનો અને યુવાનોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી અને જય અંબેના નાદ સાથે રથયાત્રા યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકોએ માતાજીના રથના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી
જે રથયાત્રાને સફળ બનાવવા અંબિકા આશ્રમ મંદિરના કાર્યકર્તા દુલાભાઈ ત્રિવેદી, મુકેશભાઈ દવે, ભરતભાઈ ભટ્ટ, હર્ષદભાઈ સોની, દિનેશભાઈ સોની, ગીરીશભાઈ સોની તેમજ ગૌરવ પાટડીયા, સમીર પાટડીયા અને નિકુંજભાઈ પટ્ટણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર