Sunday, September 29, 2024

મોરબીમાં એચ.આઈ.વી.ગ્રસ્ત સગર્ભાઓ અને ધાત્રી માતાઓને ન્યૂટ્રેશન કીટ અપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજે તા. 12-01-2023 ના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાન તેમજ એચ.આઈ.વી સાથે જીવતા બાળકો માટે ન્યૂટ્રેશન કીટ જેમાં 1કિલો અડદિયા અને 1 કિલો ખજુર 2 કિલો ગાંઠિયા તેમજ વેફર ની 100 અને 1 કિલો ફળની કીટનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટ ના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ સ્ટેટ પ્રોગ્રામ સ્પેશિયાલિસ્ટ નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા મહેનત કરેલ હતી. તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન ટી.ડી.ઓ ઝાલા દ્વારા આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બહેનો માટે જે કિટ આપવામાં આવેલ તે કીટનું અનુદાન  મોરબી સિરામિક એસોસિએશન પરિવાર, અંકુરભાઇ રાણપરા સમ્રાટ જ્વેલર્સ, ઉદયસિંહ જાડેજા એડવોકેટ, હસુભાઈ હિરાણી, ઋષિતભાઈ માંડકીયા ભાગવતી ગોલ્ડ, ભાવેશભાઈ શ્રીરામ ગૃહ, સુભાષભાઈ મહેશ્વરી દ્વારા કીટનું અનુદાન આપવામાં આવેલ.

તેમજ આ કાર્યક્રમમાં R.C.H.O ડોક્ટર વિપુલભાઇ કલોરિયા , સીવીલ હોસ્પિટલ RMO ડોક્ટર કાંતિલાલ સરડવા, ART મેડિકલ ઓફિસર દિશાબેન પાડલીયા, STI કાઉન્સેલર પિન્ટુભાઇ રાણીયા, TB HV નિખિલભાઈ ગોસાંઈ, વિજયભાઈ અનમોલ ટ્રસ્ટ પ્રોજેક્ટ મેનેજર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર