મોરબીમાં એક વૃદ્ધ ના સ્ત્રી સાથે ફોટા પાડી લીધા બાદ ફોટાઓ વાયરલ કરવાની ધમકી સાથે બે મહિલાઓ સહિત છ ઈસમોએ વૃદ્ધનું કારમાં અપહરણ કરીને જગ્યાએ લઈ જઈ રૂપિયા એક કરોડની માગણી કરી રૂપિયા 22 લાખ જેવી રકમ ખંખેરી લીધાં ની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાય છે
આજના સમયમાં સોશિયલ મીડિયા મારફતે તેમજ અન્ય રીતે ભોળા વૃદ્ધ માણસોને હનીટ્રેપમાં ફસાવવાના બનાવો વધી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ આવો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગેની વિગતો જોઈએ તો શહેરના રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને રામધન આશ્રમ સામે રામેશ્વર હાઇટ્સમાં ફ્લેટ હોય આ ફ્લેટ ખરીદ કરવાના બહાને દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી રહે. રામેશ્વર હાઇટસ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, મોરબી, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. મોરબી વાવડીરોડ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા જિ. સુરેન્દ્રનગર, ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ અને ઉષાબેન પટેલ તેમજ અન્ય શખ્સોની ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યા હતા.
વધુમાં ગોંડલના અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા અને તેની પત્ની ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત દિનેશભાઇ નાગલા સહિતના આરોપીઓએ સુવ્યવસ્થિત કાવતરું રચી ફ્લેટ ખરીદવા માટે ટોકન દેવાના બહાને વૃદ્ધને બોલાવ્યા હતા અને ટોળકીના અન્ય સભ્યો આ સમયે અહીં આવી પહોંચ્યા હતા અને અહીં શુ કરો છો કહી ચોટીલાના આરોપી અનિલ ઉર્ફે દેવાએ મોબાઇલ ફોનમાં સ્ત્રી નજીકના વૃદ્ધના ફોટા પાડી આરોપી પ્રશાંતે કમર ઉપર હાથ રાખી આ તારી સગી નહી થાય તેમ કહી ખોપરી ફાડી નાખવાની ગર્ભીત ધમકી આપી ડરાવીને ગાડીની ચાવી, મોબાઇલફોન લઇ વૃદ્ધને ગાડીમાં બેસાડી અપહરણ કરી વાંકાનેર બાજુ અવાવરૂ જગ્યાએ લઇ જતા રસ્તામાં ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરી દેવાનો ભય બતાવી ડરાવી રૂ. એક કરોડની માંગી જો પૈસા નહી આપો તો ગાડીમાં જીવતા સળગાવી દઇ જાનથી મારીવાની ધમકી આપી હતી.આ ઉપરાંત વૃદ્ધએ મામલની પતાવટ માટે આરોપી દિલીપ કાંતિલાલ મિસ્ત્રીને બોલાવતા આરોપી અંકિત અને પ્રશાંત ઇકો ગાડી લઈને આવ્યા હતા અને 22 લાખ રૂપિયામાં સમાધાન કરવાનું નક્કી કરી બળજબરીથી 22 લાખ પડાવી લીધા હતા.આ ઉપરાંત આરોપી પ્રશાંત અવાર નવાર વૃદ્ધને સમાધાન માટે રાજકોટ બોલાવવા ફોન કરી ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા હોય આખરે વૃદ્ધએ ઉચ્ચ પોલીસ અધિકારીને મળી સમગ્ર હકીકત વર્ણવતા પોલીસે હિંમત આપી હનીટ્રેપમાં ફસાવનારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.જેને પગલે વૃદ્ધએ છ આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને બાકી તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિટી બી ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૬૪એ,૩૮૬,૩૮૭,૩૨૩,૫૦૬(૨),૧૨૦બી,૩૪ મુજબ ગુન્હો દાખલ કરી તમામ આરોપીઓને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર પ્રધાનમંત્રી કિસાન યોજનાના રૂપિયા ૨૦૦૦ ના આગામી ડિસેમ્બરના હપ્તા માટે...