Friday, September 27, 2024

મોરબીમાં એકાદ વર્ષ પહેલા થયેલ હત્યાના કેસ (ગુજસીટોક) ના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સિટી વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા થયેલ હત્યાના કેસના ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) ના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે ઝડપી પાડયો છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર/મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા.

ગઇ તા. ૦૮/૦૯/૨૦૨૧ નારોજ મોરબી સીટી એ ડિવીઝન એ. પાર્ટ ઇ.પી.કો. કલમ. ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦બી, ૩૪, ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭ તથા આમ્સ એકટ ક.૨૫(૧-બી)એ.૨૭ તથા જી.પી.એ. ૧૩૫ મુજબનો ગુનો રજી. થયેલ હતો. જે ગુનાના કામે તપાસ દરમ્યાન સંગઠીત ગુના આચરતી ટોળકી (Organised Crime Syndicate) તળેનો ગુનો બનેલ હોય જેથી આ કામે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ( G.C.T.O.C) એકટ સને ૨૦૧૫ની કલમ ૩(૧)ની પેટા કલમ (૧) તથા (૨) તથા કલમ ૩(૨) તથા કલમ ૩(૪) મુજબનો કલમ ઉમેરો કરવામાં આવેલ હતો આ કામે કુલ ૧૮ આરોપીઓની સંડોવણી ફલીત થયેલ હોય જેમાં તપાસ દરમ્યાન કુલ ૧૪ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેઓ વિરૂધ્ધ ( G.C.T.0.C) સ્પે.કોર્ટ રાજકોટ ખાતે ચાર્જશીટ કરવામાં આવેલ છે આ કામે ચાર આરોપીઓ નાસતા ફરતા હોય જેઓને પકડાવા સારૂ નામ. કોર્ટ તરફથી સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબના વોરંટ મેળવેલ જે ચારેય આરોપીઓને પકડવા સારૂ મોરબી પોલીસની અલગ અલગ ટીમો બનાવવવામાં આવેલ હતી.

નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા એલ.સી.બી.તથા પેરોલફર્લો સ્કવોડનો સ્ટાફ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસને સયુકત રીતે બાતમી મળેલ કે, આરોપી હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર રહે. વજેપર મેઇનરોડ, દરગાહ પાસે, મોરબી, વાળો હાલે લીલાપર ચોકડી ખાતે ઉભેલ હોય જેથી મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમના માણસો આરોપીને હસ્તગત કરવા લીલાપર ચોકડી ખાતે તપાસ કરતા આરોપી મળી આવેલ જે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.

આમ, છેલ્લા નવેક માસથી ખુન તથા ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ( G.C.T.O.C) તળેના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર