મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર શાળામાં શિક્ષણ ની સાથે સંસ્કાર,શ્રેષ્ઠ સેવા,સમર્પણ, ભક્તિ,પર્યાવરણ પ્રેમ પણ શીખવાડે છે દેશમાં “સ્વાધીનતાનો અમૃત મહોત્સવ” ઉજવાઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયેલા મોરબી શિશુમંદિર કેમ પાછળ રહે
મોરબીનાં શનાળા પટેલ સમાજ વાડી મા ગત્ રોજ “હમ કરે રાષ્ટ્ર આરાધના”કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં 467 વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી 17 કૃતિઓ રજુ કરી હતી જેમાં નાટક ગીતો,અભિનય,બાલ શહીદી,ગરબા અને એક પાત્રીય અભિનય જેવા અલગ કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિદ્યાભારતી પૂર્વ કચ્છના અધ્યક્ષ ડો.કેશુભાઈ મોરસનીયાએ સ્વતંત્ર ભારતનો ઇતિહાસ ગુલામીના કાલખંડ નો સંઘર્ષ તથા સ્વતંત્ર ભારત વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્રના સંધસંચાલક જયંતીભાઈ ભાડેશીયાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા એસપી સુબોધભાઈ આડેદરા જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઈ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ અઘારા ટ્રસ્ટના મંત્રી જયંતિભાઈ રાજકોટીયા વ્યસ્થાપકો વિજયભાઈ ગઢીયા,દીપકભાઈ વડાલીયા,હરકિશનભાઈ અમૃતિયા,રમેશભાઈ અઘેરા,શ્રીમતી લતાબેન ગઢીયા, પરેશભાઈ મોરડીયા,મહેશભાઈ જાની સહિતના આગેવાનો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા.