મોરબી શહેરની શાન સમાં મણી મંદિરના દ્વાર 22 વર્ષ બાદ ફરી વાર આમ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ
પરંતુ લાંબા સમય બાદ મંદિરના દ્વાર ખુલ્યા હોવાની જાણ થતા મોરબી ના લોકો મોટી સંખ્યા મંદિરના દર્શનાર્થે પહોચ્યા હતા. તેમાં પણ રવિવારે જાણે રીતસરનો મેળાવડો જામ્યો હોય તેમ દર્શન અર્થે પહોચી જતા મંદિરના સિક્યુરીટી સ્ટાફ તેમજ પોલીસ જવાન પણ વ્યવસ્થા જાળવવા મુકવા પડ્યા હતા.જોકે લોકોની સંખ્યા વધી જતા અવ્યવસ્થા સર્જાઈ હતી
તેમજ દર્શને આવેલ લોકો એ જે જગ્યાએ પ્રતિબંધ મુક્યો હતો ત્યાં પણ તાળા તોડી પહોચી ગયા હતા જેના કારણે પ્રોપર્ટીને નુક્શાન થયું હતું જે બાદ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા સોમવારથી મણી મંદિરના રીનોવેશન માટે ફરી બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ રીનોવેશન બાદ ફરી આગામી સમયમાં ક્યારે શરુ કરવામાં આવશે તે અંગે નિર્ણય લઇ જાણ કરવામાં આવશે તેમ મણીમંદિરમાં વ્યવસ્થાપક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.