Saturday, September 28, 2024

મોરબીમાં આજે ‘સોનલ બીજ’ની ભવ્ય ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ખીજ જેની ખટકે નહિ રૂદીયે કાયમ રીજ, એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ..

મોરબી: ૨૫મી ડિસેમ્બરે આઈ સોનલમાંનો પ્રાગટય દિન છે. આ દિવસને ચારણ-ગઢવી સમાજ સોનલ બીજ તરીકે ઉજવે છે. તેમજ આજનો દિવસ એટલે ચારણ ગઢવી માટે નવું વર્ષ. આ દિવસે વિવિધ સામાજિક- સાંસ્કૃતિક આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને દેશમાં વસતા ચારણ-ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે મોરબીમાં ગઢવી ચારણ સમાજ દ્વારા સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સોનલ બીજ એટલે ચારણ ગઢવી સમાજનું નુતન વર્ષ પણ ગણાય છે.

 

 

શિક્ષિત બનો, સંગઠીત બનો, વ્યસન મુક્ત બનોનો સંદેશ આપનાર ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક આઈશ્રી સોનલમાંનો ૨૫મી ડિસેમ્બર રવીવાર ના રોજ આજે જન્મોત્સવ છે. ત્યારે ચારણ-ગઢવી સમાજ દર વર્ષે પોષ સુદ બીજને સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અંતર્ગત ૨૫મી ડિસેમ્બર ૨૦૨૨ રવિવાર ના રોજ આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં વસતા ચારણ ગઢવી સમાજ લોકો દ્વારા પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં જન્મોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજે મોરબી ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર