આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
નિમિતે રોટરી ક્લબ ઓફ મોરબી અને વિનય કરાટે એકેડેમી દ્વારા તા. ૦૮ માર્ચથી તા. ૧૩ માર્ચ સુધી બપોરે ૦૪ : ૩૦ થી ૬ કલાક સુધી નગરપાલિકા કોમ્યુનીટી હોલ, સરદાર બાગ પાછળ શનાળા રોડ મોરબી ખાતે વિમેન્સ પાવર સેલ્ફ ડીફેન્સ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૧૦ વર્ષથી ઉપરના બહેનો ભાગ લઇ શકશે તરુણીઓ અને મહિલાઓ માટે સ્પેશ્યલ સેલ્ફ ડીફેન્સ ટ્રેનીંગ સંપૂર્ણ નિશુલ્ક રહેશે તેમજ ભાગ લેનાર મહિલાને સંસ્થાઓના સહયોગથી પ્રમાણપત્ર આપવામાં આવશે જે સેલ્ફ ડીફેન્સ તાલીમનો લાભ લેવા કોચ વાલજીભાઈ ડાભી, સંસ્થાના પ્રેસિડેન્ટ બંસી શેઠ અને સેક્રેટરી રશીદા લાકડાવાલાએ અનુરોધ કર્યો છે.
રજીસ્ટ્રેશન તા. ૦૭ ને સોમવાર સુધીમાં કરાવવું જરૂરી છે રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ૯૫૮૬૨ ૮૨૫૨૭ અને ૯૩૭૬૬ ૫૨૩૬૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
ટંકારામાં ફરી એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી છે જેમાં ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રહેણાંક મકાનમાંથી એક પિસ્તોલ, કાર્ટીસ, એરગન સાથે મળી કુલ કિં રૂ. ૪૧,૮૩૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ...
મોરબી જિલ્લામાં હાઈવે ઉપર રોંગ સાઈડમાં ચાલતા વાહનો વિરુદ્ધ ડ્રાઈવ યોજી મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૦૨/૦૧/૨૦૨૫ થી તા.૦૩/૦૧/૨૦૨૫ સુધી "વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ...
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં 18 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી હોવાની વાત સામે આવી રહી છે ત્યારે આ 18 ઉમેદવમાંથી સૌથી પ્રબળ દાવેદાર કોણ ?
જો પાટીદાર સમાજના ઉમેદવાર ની વાત આવે તો અરવિંદભાઈ વાંસડિયા અને...