Saturday, November 23, 2024

મોરબીમાંથી બુલેટની ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટ મોટર સાયકલની ચોરી થયેલ હોય જે ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. સ્ટાફના પોલીસહેડ કોન્સ્ટેબલને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટરસાયકલ ચોરીમાં પકડાયેલ આરોપી સંજયભાઇ પ્રવિણભાઇ પરમાર રહે. થાન જી.સુરેન્દ્રનગર વાળાએ મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી થયેલ બુલેટ મોટર સાયકલની ચોરી કરેલ હોય અને તે બુલેટ મોટર સાયકલ લઇ જુના ઘુંટુ રોડ પરથી ત્રાજપર ચોકડી બાજુ આવનાર હોય જેથી બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી સંજયભાઇ પ્રવિણભાઇ પરમાર/ ઉ.વ. ૨૨ ધંધો મજુરી રહે. થાન જી.આઇ.ડી.સી. સામે નવાવાસ આંબેડકરનગર-૪ તા.થાન જી.સુરેન્દ્રનગર વાળાને હીરો રોયલ ઇનફીલ્ડ કંપનીનુ કલાસીક ૩૫૦ બુલેટ મોટરસાયકલ નંબર- GJ-03-KR-6960 કી.રૂ. ૮૦,૦૦૦/- વાળુ બુલટ સાથે પકડી બુલેટના માલીકી તથા સાધનીક કાગળો બાબતે પુછપરછ તપાસ કરતા ઇસમ ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમની યુકિતપ્રયુકિતથી ઉલટ સુલટ પુછપરછ કરતા પોતે ભાંગી પડેલ અને પોતે ગઇ તા.૦૩/૦૩/૨૦૨૩ ના રાત્રીના બેએક વાગ્યાની આસપાસ મોરબી-૦૨ સો-ઓરડી વિસ્તારમાંથી બુલેટના વાયર કેબલ તોડી ડાયરેકટ કરી ચોરી કરેલાની હકીકત જણાવેલ. જે અંગે પોકેટકોપ એપ્લીકેશનમાં તપાસ કરતા આ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ IPC કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેથી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ ઇસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનને સોપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર