Friday, September 20, 2024

મોરબીને ફરી મેડિકલ કોલેજના નામે બાબાજી કા ઠુલ્લુ મોરબી જિલ્લાની મંજુરી રદ્દ કરી તાપીને મેડિકલ કોલેજ ની ભેંટ!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં સરકારી આરોગ્ય સેવા વર્ષોથી કથળેલ હાલતમાં છે પાંચ તાલુકાની સૌથી મોટી સીવીલ હોસ્પિટલમાં જિલ્લો બન્યાના બાદ પણ સવલતો અને કામગીરી તાલુકા કક્ષાની હોસ્પિટલ જેવી હોય તેવું લાગી રહ્યું છે
મોટા ભાગની તબીબોની જગ્યા વર્ષોથી ખાલી હોય,સાધનોનો અભાવ હોય આ ઉપરાંત ઔધોગિક જિલ્લામાં મેડિકલ કોલેજની તાતી જરૂરિયાત હોવાથી અનેક રજુઆત કરી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બ્રીજેશભાઈ મેરજાએ પણ પેટા ચૂંટણી વખતે જોરશોરથી મેડિકલ કોલેજને મંજુરી મળી હોય હવે જિલ્લાને આરોગ્ય સગવડ મળશે તેવા પણ મસમોટા દાવા કરવામાં આવ્યા હતા તેમજ મત પણ મેળવ્યા હતા જોકે આજ બ્રીજેશ મેરજા જીતી ગયા અને બાદમાં મંત્રી બની ગયા હતા જોકે મંત્રી બન્યા બાદ મેડિકલ કોલેજનો મ બોલવાનું પણ જાણે બંધ કરી દીધું હતું જિલ્લાને 2 વર્ષ સુધી મેડિકલ કોલેજના સપના દેખાડી અચાનક જ સરકારે મેડિકલ કોલેજ છીનવી લીધી અને હવે આ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.સરકાર દ્વારા કયા કારણોસર આ નિર્ણય લીધો તે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી


આ અંગે રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબીમાંથી મેડીકલ કોલેજ છીનવાઈ નથી પરંતુ તેનો પ્રકાર બદલાયો છે અગાઉ મંજુર થયેલ મેડીકલ કોલેજ ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ હતી જે મુજબ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજની સ્થાપના સરકાર કરતી હતી અને સંચાલન ગુજરાત મેડીકલ રીસર્ચ એંડ એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવતું હતું જયારે મોરબીને બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ મળશે જેમાં સરકાર પ્રાઈવેટ સંસ્થાઓને મેડીકલ કોલેજનું સંચાલન સોપશે અને હોસ્પિટલ માજ મેડીકલ કોલેજ ચાલશે મોરબી જીલ્લામાં વધુ સારી અને આધુનિક સુવિધા મળશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર