Wednesday, September 25, 2024

મોરબીની 3 બેઠકના 905 બૂથ પર કુલ 5,400 કર્મચારી ફરજ બજાવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ચૂંટણી તંત્ર સજ્જ બનીને ચૂંટણીની કામગીરી તેજ બનાવી

મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર નિષ્પક્ષ અને તટસ્થતાથી ચૂંટણી પ્રક્રિયા કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરીને વેગ અપાઇ રહ્યો છે. મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના કુલ 905 બુથ પર અંદાજીત 5,400 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. તમામ કર્મચારીઓ પોતાની કામગીરી યોગ્ય રીતે કરે તે માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તેઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાં મોરબીમાં વિધાનસભાની ચૂંટણી કાર્ય સંભાળનાર પોલિંગ સ્ટાફ, સખી મતદાન મથકોના મહિલા સ્ટાફ સહિતનાને ઇવીએમ અને વીવીપેટની મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે વિધાનસભાની બેઠકો માટે આગામી તા 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થનાર છે. મોરબી, માળીયા ઉપરાંત ટંકારા, પડધરી અને વાંકાનેર, કુવાડવા બેઠક મળી કુલ 905 બુથ પર મતદાન થશે. આ માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મતદાન મથકો ઉપર મતદાન કામગીરી કરનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ યોજાયેલા તાલીમ વર્ગોમાં મતદાર યાદી, ઇવીએમ, વીવીપેટ, બી.યુ સી.યુ. સહિતના પર મતદાન કેવી રીતે કરાવવું તેની સંપુર્ણપણે માહિતી આપી ફરજ પરના સ્ટાફની કામગીરી સમજાવી હતી. સખી મતદાન મથકોના મહિલા સ્ટાફને પણ આ કામગીરીની તાલીમ આપવામાં આવી હતી. સવારે અને બપોરે એમ બે સેશનમાં યોજાયેલા તાલીમ વર્ગમાં પ્રાંત અધિકારી ડી એ.ઝાલા, મામલતદાર નિખિલ મહેતા સહિતના સ્ટાફ અને ખાસ ટ્રેનરોએ તાલીમ આપી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર