Tuesday, January 7, 2025

મોરબીની શાળામાં ટ્રનિંગ પોઈન્ટ ટ્રેનિંગ અંતર્ગત બનાવેલા વૈજ્ઞાનિક મોડેલનું પ્રદર્શન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં સાંઈઠ જેટલા મોડેલ બનાવી બાળકોએ પ્રદર્શન યોજયું

મોરબી.સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે,વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે,પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છે,જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે,એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી,વજેપરવાડી, લખધીરનગર,ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા,ભરતનગર, ગોર ખોજડિયા,લીલાપર વગેરે શાળાઓના બબે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાં આવેલ જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવેલ,સમજાવવામાં આવેલ જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી હતી.

વિદ્યાર્થીઓ 60 સાંઈઠ જેટલા મોડેલ વિદ્યાર્થીઓ બનાવી વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે,ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞો વિસ શિક્ષકોને જુદા જુદા 60 સાંઈઠ મોડેલ બનાવતા શીખવેલ હતા.

આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવેલ,આ મટીરીયલ માંથી ઉપરોક્ત તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને દરરોજ અવનવી પ્રવૃત્તિઓ કરાવી હતી તાલીમનો વર્ગખંડમાં વિનિયોગ કરી વિદ્યાર્થીઓએ પણ જૂદી જુદી પ્રવૃત્તિ કરી મોડેલ તૈયાર કર્યા હતા આ મોડેલનું પ્રદશન શાળાઓમાં યોજાયું હતું આ પ્રદર્શનમાં ડો.સીતારામ અને ડૉ.સંધ્યાબેન તેમજ હરેશભાઈ બોપલીયા પ્રમુખ સીરામીક એસોસિએશન તેમજ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શન સફળ બનાવવા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.એમ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવવામાં આવે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર