મોરબી: રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે વજેપરવાડી શાળામા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ગણીત- વિજ્ઞાનના મોડેલનું પ્રદર્શન વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મિટિંગ એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન વજેપરવાડી પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ.
જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવેલ આ પ્રદર્શન નિહાળવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા ધોરણ 1 થી 8 ના સર્વે વાલીઓને અને S.M.C. ના સૌ સભ્યો,ગ્રામજનો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતા તરફથી તમામ બાળકોને પાણીપુરીનો અલ્પાહાર પૂરો પાડવામાં આવ્યો હતો.
મોરબીની માધાપરવાડી શાળામાં બેગલેસ ડે નિમિત્તે બાળકોએ વી.કે.જાદુગરનો શો માણ્યો
મોરબી: વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને ફક્ત ચોક અને ટોક દ્વારા જ શિક્ષણ નથી આપવાનું પણ બાળકોની પંચેન્દ્રિયનો વિકાસ થાય એ માટે વિદ્યાર્થીઓને અનુભવજન્ય એજ્યુકેશન આપવાનું છે. એ માટે શૈક્ષણિક વર્ષ દરમ્યાન ટેન બેગલેસ ડે નો સમાવેશ કરવામાં આવ્યો છે.
એમાં વિદ્યાર્થીઓને ફિલ્ડ...
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, તથા GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પને સરવડ પંચાયતના સરપંચ,...
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વહીવટી સરળતા માટે તેમજ લોકોના કામનો ઝડપી નિકાલ થાય. તેમજ લોકોને પોતાના વિસ્તારથી નજીકમાં સુવિધાઓ મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકાને ૨ ઝોનમાં વિભાજીત કરવાનું નક્કી કરેલ છે.
તેથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારને પૂર્વ ઝોન તેમજ પશ્ચિમ ઝોન તરીકે વહેચણી કરવામાં આવે છે પૂર્વ ઝોનની ઓફીસ રેઇન બસેરા,...