Monday, September 30, 2024

મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લેતા બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: શિક્ષક તરીકે નિમણુંક મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ઓમ વિદ્યાવાસિની અને શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ.કોલેજમાં હાલ અભ્યાસ કરી રહ્યા છે અને અધ્યયન-અધ્યાપન પદ્ધતિ શીખી રહ્યા છે ત્યારે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કેવી રીતે કરવું? શાળામાં કયા કયા પત્રકો રજીસ્ટરો નિભાવવા,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી,સમગ્ર શિક્ષા અભિયાનની વિવિધ યોજનાઓની પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે અત્રેની માધાપરવાડી કન્યા શાળાની મુલાકાત લીધી હતી.

જેમાં સંસ્થાના વડા દિનેશભાઈ વડસોલાએ શાળામાં ચાલતા જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત પ્રોજેક્ટર અને સ્માર્ટ બોર્ડની મદદથી આઠમા ધોરણનો પાઠ કાવ્ય ‘એક જ દે ચિનગારી.. મહાનલ એક જ દે ચિનગારી’ નું નિદર્શન કરાવ્યું હતું.સાથે સાથે શિક્ષણ વિવિધ યોજનાઓ રાઈટ ટુ એજ્યુકેશન, બેગલેસ એજ્યુકેશન, મધ્યાહ્નન ભોજન શિષ્યવૃત્તિ, સી.આર. સી.બી.આર.સી. પે સેન્ટર શાળા, નિયામક કચેરી,જિલ્લા શિક્ષણ સમિતિ વગેરેની વિસ્તૃત માહિતી આપી હતી.

તાલીમાર્થીઓ તેમજ પ્રોફેસર દ્વારા દિનેશભાઈ વડસોલાનું સન્માન કર્યું હતું. શાળાની મુલાકાત લેવા બદલ સંસ્થા વતી દિનેશભાઈ વડસોલાએ ટ્રષ્ટિ સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા,આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેસિયાનો આભાર પ્રકટ કર્યો હતો. સમગ્ર મુલાકાત માટે બી.એડ.ના એચ.ઓ.ડી. કેતનભાઈ જોશી તથા સમગ્ર સ્ટાફે ખુબ સરસ વ્યવસ્થાપન કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર