Sunday, January 19, 2025

મોરબીની માધપરવાડી શાળામાં G-20 સમિટ 2023 ની રંગોળી સ્પર્ધા યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: G-20 ગ્રૂપ ઓફ ટવેન્ટી એક આંતર રાષ્ટ્રીય જૂથ છે,જેમાં 19 દેશો અને એક યુરોપિયન એમ વિસ સભ્યો જોડાયેલા છે, આ વિસ સભ્યો એટલે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, રશિયા સાઉદી અરેબિયા,દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા તુર્કી,દક્ષિણ કોરિયા તુર્કી,યુકે,અને યુએસએ અને યુરોપિયન યુનિયન એમ કુલ વિસ સભ્યો છે,G-20 માં વિકસિત અને વિકાસીલ એમ બંને પ્રકારના દેશોનો સમાવેશ થાય છે. જી-૨૦ ના સભ્ય દેશો આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જેમ કે આર્થિક સલામતી,પર્યાવરણ, ટકાઉ વિકાસ, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે મુદાઓના અમલીકરણ કામ કરે છે.

પહેલી ડિસેમ્બર- ૨૦૨૨ થી નવેમ્બર-૨૩ સુધી જી-૨૦ નું પ્રમુખપદ ભારતને પ્રાપ્ત થયું છે એટલે ૨૦૨૩ની જી-૨૦નું સુકાન ભારતમાં હાથમાં છે,આ અંતર્ગત 18 મી જી-૨૦ સમિટ 9 અને 10 સપ્ટેમ્બર – ૨૦૨૩ના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે,આ પહેલા આંતરરાષ્ટ્રીય નાણાંકીય બાબતો, આરોગ્ય, શિક્ષણ,રોજગારી જેવા વિવિધ વિષયો પર ભારતના જુદા જુદા શહેરોમાં 100 જેટલી મીટીંગો યોજાશે,વિગતવાર ચર્ચાઓ થશે,નીતિવિષયક સૂચનો એકઠા થશે, ત્યારબાદ આ સૂચનો સમિટમાં રજૂ થશે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ભારતના જી-૨૦ પ્રેસિડેન્સીની થીમ વસુધેવ કુટુમ્બકમ અથવા એક પૃથ્વી-એક કુટુંબ-એક ભવિષ્ય જાહેર કરવામાં આવેલ છે.જી-૨૦ સમિટનું પ્રમુખપદ ભારતને મળવાથી લોકોમાં અનેક અપેક્ષાઓ બંધાઈ છે જેમ કે ભારતનું વૈશ્વિક સ્તરે વજન વધશે, વિવિધ દેશોના પ્રતિનિધિઓ ભારતમાં આવશે અને ભારતની સંસ્કૃતિ, ભારતનો વિકાસ નરી આંખે જોશે,ભારત દુનિયાને વિકાસની એક નવી દિશા સુચવશે,ભારત દેશ મક્કમ પણે વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યો છે,જે આપણા સૌ માટે ગૌરવપ્રદ બાબત હોય લોકો સમક્ષ જી-૨૦ની વાત પહોંચે એ માટે માધાપરવાડી શાળામાં દિનેશભાઈ વડસોલાએ જી-૨૦ વિશે વાત કરી હતી અને બાળાઓએ સુંદર મજાની રંગોળી દોરી ભારતની ગૌરવપૂર્ણ સિદ્ધિને વધાવી હતી, રંગોળી તૈયાર કરવામાં ગીતાબેન અંદીપરા ચાંદનીબેન સાંણજા નિલમબેન ચૌહાણ, નર્મદાબેન પરમાર, જયેશભાઈ અગ્રાવત દયાળજીભાઈ બાવરવા વગેરે તમામ શિક્ષકોએ તેમજ વિદ્યાર્થીનીઓએ ખુબજ મહેનત અને જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર