Sunday, November 24, 2024

મોરબીની મચ્છુ નદી વગર વરસાદે બે કાંઠે વહેશે!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માળિયા ના 24 ગામો ને એલર્ટ કરાયા
2330 કયુબેક પાણીનો જથ્થો મચ્છુ નદી માં છોડવામાં આવશે

મોરબી : મોરબી ના કંડલા બાયપાસ પર જુનાં આરટીઓ નજીક આવેલ પુલ જર્જરિત હાલતમાં હોય નવો પુલ નિર્માણ કરવા રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા 85 ટકા ભરેલ મચ્છુ-3 ડેમ ખાલી નક્કી કરવામાં આવતા આગામી તા.24ના રોજ સવારે 9 વાગ્યાથી ડેમમાં ભરેલ પાણી ખાલી કરવાનું શરૂ કરાશે જેથી મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના 16 અને માળીયા તાલુકાના 8 મળી કુલ 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

સિંચાઇ યોજના અંતર્ગત ૨૭૮.૪૪mcft પાણીનો જથ્થો સંગ્રહ છે મચ્છુ ડેમ 3 ખાલી કરવા બાબતે વધુ માહિતી મેળવવા માટે મોરબી સિંચાઇ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર પાસેથી મળતી માહિતી મુજબ મચ્છુ-3 ડેમમાં હાલમાં 278.44 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે. અંદાજે 85 ટકા ભરેલા મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવા તા.24 માર્ચે સવારે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે અને ક્રમશ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં વહાવી ખાલી ચેકડેમ ભરવામાં આવશે.વધુમાં આ મામલે મોરબી સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, મચ્છુ-3 ડેમમાં હાલમાં 278.44 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે. અંદાજે 85 ટકા ભરેલા મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવા તા.24 માર્ચે સવારે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે અને ક્રમશ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં વહાવી ખાલી ચેકડેમ ભરવામાં આવશે.


દરમિયાન મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવામાં આવનાર હોવાથી મચ્છુ-3 યોજના હેઠળ આવતા મોરબી તાલુકાના હેઠવાસના ગોર ખીજડીયા,વનાળીયા,માનસર, નારણકા,નવા સાદુળકો,જુના સાદુળકા,રવાપર (નદી),ગુંગણ,જુના નાગડાવાસ, નવા નાગડાવાસ,અમરનગર,સોખડા,લક્ષ્મીનગર,અમરેલી,ધરમપુર તેમજ માળિયા(મી) તાલુકાના દેરાળા,મેઘપર,નવાગામ,રાસગપર,વિવદરકા, માળિયા(મી), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર