મોરબીની એક પ્લાયવુડ ની પ્રાઇવેટ લિમિટેડ કંપની માંથી ટ્રક મારફતે નેપાળ ખાતે રૂપિયા ૫૧ લાખની કિંમતનો માલ મોકલાવ્યો હતો જે લેનાર પાર્ટી સુધી ન પોહચતા બારોબાર સગેવગે થઈ જવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
વધુ જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નેશનલ હાઈવે પર આવેલ કજારિયા પલાયવુડ નામની ફેક્ટરીમાંથીદીપકભાઈ મનસુખભાઈ ઘોડાસરાએ ગત 25 ફેબ્રુઆરીના રોજ યુપી 50 સીટી 870 નંબરના ટ્રકમાં રૂ 51.07 લાખની 5775 ભરી નેપાળના કેશા ચંદા અન્વરલાલ એન્ડ કંપનીમાં ભરીને મોકલ્યા હતા.
જોકે યુપીના આઝમજીગઢ જીલ્લાનો વતની ટ્રક ડ્રાઈવર દિલીપકુમાર અભિમન્યુ સિંગ આ માલ નેપાળ પહોચાડવાના બદલે રૂ 51.07 લાખ નંબરનો 5775 સીટ લઇ ગાયબ થઇ ગયો હતો તેમજ ફોન પણ બંધ કરી દીધો હતો આ અંગે દીપકભાઈએ નેપાળમાં તેમણી પાર્ટીપાસે તપાસ કરતા લેમિનેટ સીટની ડીલવરી ન મળી હોવાનું સામે આવતા મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક દિલીપકુમાર વિરુદ્ધ છેતરપીડી આચર્યાની પોલીસ ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
કાયદાનો ઉલ્લંઘન થતો જણાય તો મદદનીશ શ્રમ આયુક્તની કચેરીએ રૂબરૂ અથવા ૦૨૮૨૨ ૨૪૩૪૧૦ નંબર પર ફરિયાદ કરવી
બાળકો દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને તેમને યોગ્ય શિક્ષણ, આરોગ્ય, સલામતી અને તેમનો સમગ્ર વિકાસએ સૌથી અગત્યની પ્રાથમિકતા છે. બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ ની જોગવાઈઓ જે ૧૪...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે, મૂલ્ય શિક્ષણ માટે જાણીતી છે, વિદ્યાર્થીઓમાં સંસ્કારનું ઘડતર થાય એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે અને વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીનીઓનું સન્માન પણ કરવામાં આવે છે જેથી એમનો ઉત્સાહ જળવાઈ રહે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે.
આવું જ પ્રેરણા...
મોરબી વાંકાનેર દરવાજા પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૬૯૬...