Thursday, November 21, 2024

મોરબીના હરીપર (કેરાળા) ગામે તા.26 ઓક્ટોબરે ઐતિહાસિક અને કોમીક બે નાટક ભજવાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના હરીપર ગામે શ્રી બજરંગ યુવક મંડળ તથા સમસ્ત હરીપર ગામ દ્વારા તા-૨૬-૧૦-૨૦૨૨ ને બુધવારના રોજ હરીપર ગામે રામજી મંદિર ચોક ખાતે રાત્રે ૧૦-૦૦ કલાકે “ઐતિહાસિક નાટક પૃથ્વીરાજ ચૌહાણ” અને સાથે પેટ પકડીને હસાવતુ હાસ્ય “કોમીક નાટક માલી મતવાલી” ભજવાશે.

જેવી રીતે પુરૂષાર્થ વિના પ્રારબ્ધ બદલાતું નથી તેવી રીતે મહેનત વિના સફળતા મળતી નથી. તેવી રીતે આપણે સૌ સાથે મળીને ભારતીય પંચગી ઉત્સવની યાદ તાજી કરવા માટે હજારો વર્ષના ઈતિહાસમાં જવું પડશે. અને આપણા ઈતિહાસે આપણને આપ્યું છે કે માનવી નાનો છે પણ માનવીની મહાનતા મોટી છે. સંસ્કૃતિના રક્ષણ માટે તેમજ ધર્મભાવ કેળવવા માટે એક માનવી બીજા માનવીની નજીક આવીને ભાવ, પ્રેમ, સ્નેહ કરશે તો જ ભાઇચારાનો ભાવ મળશે. તો આવો જ ભાવ કેળવવા માટે આપણે (નાટક દ્વારા) આવા જ એક ઈતિહાસની વાત કરીએ.

તેથી ધર્મ પ્રેમી જનતાને પધારવા શ્રી બજરંગ યુવક મંડળ તથા હરીપર ગામ સમસ્ત દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર