મોરબીના વેપારીને લોભામણી લાલચ આપી 29.58 લાખ રૂપિયા બે શખ્સોએ પડાવ્યા
મોરબી: મોરબીમાં કેમીકલ્સ તથા રો મટીરીયલ્સ અને ટાઈલ્સ ટ્રેડીંગનુ કરતા વેપારીને આરોપીએ ઈ મેઈલ એડ્રેસ પર મેઈલ મોકલી લોભામણી લાલચ આપી વિદેશી કંપનીમાં વેચાણ કરી વધુ કમાણી કરવાની લાલચ આપી વેપારી પાસેથી અલગ અલગ તારીખોએ જુદી જુદી બેન્કના ખાતામાં કુલ રૂ. ૨૯,૫૮,૬૨૫ રૂપિયા પડાવી પરત નહી આપી છેતરપિંડી કરી હોવાની ભોગ બનનાર વેપારીએ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ સ્વાગત ચોકડી પાસે બોની પાર્ક/ સાનિધ્ય પાર્ક ગણપત એપાર્ટમેન્ટ -૨૦૧ મા રહેતા સાગરભાઈ પ્રાણજીવભાઈ ભાડજા (ઉ.વ.૨૭) એ આરોપી શ્રમતિ અગ્રવાલ, શર્મા એન્ટરપ્રાઈઝ, ચંદીગઢ, પંજાબ તથા બિશ્વજીત રોય, એકાઉન્ટ નં.૭૬૭૫૦૨૦૧૦૦૦૪૪૭૯, યુનિયન બેંક, વિધાનભવન વાળા ખાતાધારક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૧૨-૨૦૨૨ થી ૩૦-૧૨-૨૦૨૨ દરમ્યાન ફરિયાદી કેમીકલ્સ તથા રો મટેરીયલ્સ અને ટાઇલ્સનો ટ્રેડીંગ કરી વેપાર કરતા હોઇ અને આ કામના આરોપીઓએ ફરીયાદીના ઇ મેઇલ એડ્રેસ પર મેઇલ મોકલાવી લોભામણી લાલચ આપી પેસીફીસાઇન નેચરલ નટ્સ એક કંપનીથી ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેંચાણ કરી વધારે કમાણી કરવાની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ તારીખોએ જુદી જુદી બેંકના ખાતામાં કુલ્લ રૂા.૨૯,૫૮,૬૨૫/- જમા કરાવી ફરીયાદીએ જમા કરાવેલ રૂપિયા પરત આપી છેતરપિંડી કરી હોવાની ભોગ બનનાર વેપારી સાગરભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.