મોરબીના વાવડી રોડ પર મિત્રો સાથે મજાક મશ્કરીમાં બોલાચાલી થઇ હોય અને બાદમાં મામલો મારામારી સુધી પહોચ્યો હતો અને એક શખ્સને છરીના ઘા મારી દીધા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે
મોરબીના લાતી પ્લોટ શેરી -૮ માં રહેતા ઈરફાનભાઈ યાસીનભાઈ કટીયા (ઉ.૧૬) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા આરોપી સાહિલ રફીકભાઈ સેડાત રહે-જોન્સનગરના નાકા પાસે બંને મિત્ર હોય અને એકબીજાની મજાક મશ્કરી કરતા હોય તે વખતે ક્રિષ્ના પાન વાળી શેરીમાં વાવડી રોડ પર હોય દરમિયાન આરોપી સાહિલ સેડાતે ફરિયાદી ઈરફાનને ગાળો બોલતા ઈરફાને ગાળો બોલવાની નાં પાડતા આરોપી સાહિલ ને સારું નહિ લાગતા આરોપી સાહિલે ઢીકા પાટુંનો માર મારી પોતાની પાસે રહેલ છરીનો એક ધા ફરિયાદી ઈરફાનને છાતીના ભાગે જમણી બાજુના ભાગે મારી ફેફસાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે
જ્યારે સામાપક્ષે ઇરફાનભાઇ યાસીનભાઇ કટીયા, રહે. હાલ લુક્સ ફર્નિચરની બાજુમા લાતી પ્લોટ શેરી નં ૦૮ મોરબી મુળ નવાગામ તા-માળીયા વાળાએ સાહીલ રફીકભાઇ સેડાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, એકબીજાની મજાક મશ્કરી કરતા હતા તે વખતે સાહિલ ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઢીકાપાટુનો મુંઢ માર મારી છરીનો એક ઘા મારી ફેફસાના ભાગે ગંભીર ઇજા પોંહચાડી હતી.આ અંગે પોલીસે આરોપી સાહિલ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૩૨૬ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીકથી પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીક કેફીપીણુ પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ ઈસમો મનોજભાઇ નરભેરામભાઈ ઉધરેજા...
મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે ફલીપકાર્ટ પ્રા.લી. વેરહાઉમાથી લોજીસ્ટીક કંપની ઈન્ટાર્ક પ્રા.લી. કંપનીના ડિલેવરી બોયે અન્ય ગ્રાહકોના નામથી સોની પ્લેસ્ટેશન ગેમીગ આઇટમ તથા એપેલા એરપોડ મળી કુલ ચાર વસ્તુ મંગાવી ગ્રાહકને ડીલેવરી માટે લઈ જઈ પાર્સલમાથી કાઢી અન્ય બીજી નૈનયુઝ વસ્તુ મૂકી દઈ કંપની સાથે રૂ. ૧,૨૩,૫૦૦ની...