મોરબીના લાલપર ગામના ગેઇટ નજીકથી દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, બે ફરાર
મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામના ગેઇટ સામેથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા ૫૦૦ લીટર કેફી પીણાં સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી જયરાજ ગભરૂભાઈ ગોવાળિયા (ઉ.વ.૨૫) રહે. ચોટીલા પંચનાથ સોસાયટી શેરી નં-૦૨ મૂળ ગામ ખાટડી તા.ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળાએ પોતાની કબજા ભોગવટા વાળી સફેદ કલરની મારૂતી સુઝીકીની SX4 ગાડી નંબર-GJ-15-CA-3672 વાળીમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ગાડીમાં કુલ કોથળીઓ નંગ-૧૦૦ જેમા કુલ કેફી પીણું પ્રવાહી આશરે લીટર-૫૦૦ કિ રૂ.૧૦,૦૦૦/- ની હેરાફેરી કરી વેચાણ કરવાના ઇરાદે ગાડીમાં રાખી, ગાડી નંબર GJ-15-CA-3672 વાળીની કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૫,૦૦૦/- નો મુદ્દામાલ રાખી રેઇડ દરમિયાન મોરબી તાલુકા પોલીસે આરોપી જયરાજ ગભરૂભાઈ ગોવાળિયા (ઉ.વ.૨૫) રહે. ચોટીલા પંચનાથ સોસાયટી શેરી નં-૦૨ મૂળ ગામ ખાટડી તા.ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળને
ઝડપી પાડયો હતો તેમજ આરોપી મંગળુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા રહે. ચોટીલા સાઇધામ મુળ ગામ-ખાટડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર (પકડવા પર બાકી) તથા સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા રહે.મોરબી માળીયા વનાળીયા વાળી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.