મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ GEB પાવર હાઉસની ઓફિસમાંથી મોબાઈલની ચોરી
મોરબી: મોરબીના લગધીરપુર રોડ એન્ટીક સીરામીકની સામે જી.ઈ.બી. પાવર હાઉસની ઓફિસમાં ચાર્જીંગમાથી કોઇ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર યુવકે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ ગીર સોમનાથ જિલ્લાના વતની અને હાલ મોરબીના લગધીરપુર રોડ એન્ટીક સીરામીકની પાછળ આવેલ પાવર હાઉસની ઓફિસમાં રહેતા અને નોકરી કરતા મનીષભાઈ થોભણભાઈ મોરી (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીનો વન પ્લસ સી.ઇ.ટુ મોડલનો IMEI NO-860218064551010 કીંમત રૂપીયા-24,999/- વાળો મોબાઇલ ગઇ તા-૧૧/૦૩/૨૦૨૨ ના રાતના બેયક વાગ્યાથી સવારના છયેક વાગ્યા દરમ્યાન લગધીરપુર રોડ ઉપર એન્ટીક સીરામીકના કારખાનાના સામે આવેલ જી.ઇ.બી પાવર હાઉસ ખાતે ચાર્જીંગમાથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે મનીષભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.