મોરબી : વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન દ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ દ્વારા આગામી તા:10 – 04 – 2023 (સોમવાર) સમય સવારે 9 થી બપોરના 1 દરમિયાન આર્યતેજ જનરલ હોસ્પિટલ, મું.લક્ષ્મીનગર, 8-A નેશનલ /કંડલા હાઇવે, લક્ષ્મીનગર ગામની સામે, નવયુગ ટાઇલ્સની બાજુમાં, મોરબી ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહત ભાવે દવાઓ તથા લોહી-પેશાબ ની તપાસ કરી આપવામાં આવશે.
હળવદમા વ્યાજવટાવ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ બે અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ હળવદ પોલીસ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ જેમાં અગાઉ અસામાજીક પ્રવૃતીઓ ચોરી/ મારામારી/ દારૂ વેચાણ/ લૂંટ જેવા ગુનાઓમાં સાથે સંડોવાયેલ કુલ આરોપી-૧૦ ના ગેરકાયદેસર દુકાન/ મકાન/ હોટેલ ડિમોલેશન...
વાંકાનેર શહેરમાં આધેડ LIC અને પોસ્ટ શાખાના એજન્ટ હોય અને આધેડ પોતાના ગ્રાહકોના પ્રિમીયમ રકમ તથા સાહેદોના પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક ભરેલ બેગ લઈને વાંકાનેર ગયેલ ત્યાં કોઈ અજાણ્યો ચોર ઈસમ બેગ ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં પ્રતાપપરા...