નવા આધારકાર્ડ માટે ફોર્મ ભરી શકાશે તેમજ 5 વર્ષ નાં બાળકોનાં નવા આધાર કાર્ડ કાઢી અપાશે.
રવાપરા ગામની જાહેર જનતાને સરપંચ નીતીનભાઇ ભટાસણા તરફથી જણાવવામાં આવે છે તા.3-3-22 ને ગુરૂવાર ના રોજ સાંજે આધાર કાર્ડ મોબાઇલ અપડેટનો કેમ્પ રવાપરા ગ્રામ પંચાયત કચેરી એ રાખવામાં આવ્યો છે. આ કેમ્પ મોરબી મેઈન પોસ્ટ ઓફિસની ટીમ તરફથી રાખવા માં આવ્યો છે. આ કેમ્પમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી આપશે, અપડેટ કરી આપશે. જેમાં આધાર કાર્ડ નંબર અને મોબાઇલ સાથે રાખવા તેમજ 5 વર્ષ નાં બાળકોનાં નવા આધાર કાર્ડ કાઢી અપાશે.માં આ વખતે ગ્રામ પંચાયત કચેરી રવાપરા સમય સાંજે 4-00 થી 8-00 વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. જે આધાર કાર્ડ કઢાવવા માટે રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ ફોટો સહિતના પુરાવા સાથે રાખવાના રહેશે. ચાલું મોબાઇલ નંબર, બાળકનો ઓરીજનલ જન્મ તારીખનો દાખલો તેમજ પિતા અથવા માતાનું આધારકાર્ડ બે માંથી ગમે તે એક સાથે રાખવું જરૂરી છે.
