Monday, September 23, 2024

મોરબીના રફાળેશ્વર ગામ નજીક આઇશર ટેમ્પોમાં ભુસાની આડમાં છુપાવેલ ઇગ્લીશદારૂનો જથ્થો ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે આઇશર ટેમ્પોમાં ભુસાની આડમાં છુપાવેલ ઇગ્લીશદારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.

પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓએ પ્રોહી. / જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી./જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર ઇન્ચાર્જ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફ વધુમાં વધુ કામગીરી કરવા સુચના કરતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે, ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે એક શંકાસ્પદ આઇશર પડેલ છે તેવી હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખરાઇ કરતા આઇશરમાં ઠાઠામાં સફેદ કલરના ભુસાના બાચકાની આડમાં ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂનો જથ્થો મળી આવેલ હોય અને આઇશર ચાલક હાજર ન મળી આવતા આઇશર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ – ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૧૨ (પેટી નગ-૧૫૧) કિં.રૂ.૬,૭૯,૫૦૦/- તથા સદરહું મુદ્દામાલ રાખવામાં તથા હેરફેરમાં ઉપયોગમાં લીધેલ આઇશર નં. GJ-03 Y-6862 નો ચાલક કિં.રૂ.૩,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૦,૨૯,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર