Thursday, September 26, 2024

મોરબીના મેલડીમાં મંદિર દ્વારા માળિયાની શાળાઓમાં ફુલસકેપનું વિતરણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડીમાંના મંદિર દ્વારા માળિયા તાલુકાના મોટી બરાર મુકામે આવેલી મોડેલ સ્કુલ,અને પ્રાથમિક શાળા, મેઘપર માધ્યમિક અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મોડેલ સ્કૂલના 224 વિદ્યાર્થીઓ, પ્રાથમીકના 100 મેઘપરની માધ્યમિક શાળા 220 વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શાળાઓમાં 120 વિદ્યાર્થીઓ એમ કુલ 664 વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ એમ કુલ 2000 જેટલી ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું છે.

ધક્કાવાળી મેલડીમાં મંદિરના કાર્યકર્તાઓ ઘનુભા જાડેજા,વિનુભાઈ ડાંગર, રમેશભાઈ વાંસદડીયા તેમજ માધાપરવાડી શાળાના શિક્ષણ અગ્રણી કાળુભાઈ પરમાર વગેરેનું શાળા પરિવારે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આભાર પ્રકટ કર્યો.મંદિર દ્વારા રાહતદરે દવાખાનું,દશ રૂપિયાના ટોકન પર દવા ફ્રી આપવી, દરરોજ પચાસ મણ લીલું ઘાસ ગાયોને ખવડાવવું, દર મહિને દશ મણ ચણ પંખીઓને નાખવી,દર રવિવારે અને મંગળવારે સવા મણ લાપસી ગુંદી-ગાંઠીયાની પ્રસાદ આપવો,દર વર્ષે નવરાત્રી અને ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં માતા-પિતા વગરની અગિયાર નિરાધાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા અઢી લાખનો કરિયાવર આપવામાં આવે છે. આમ મેલડી માઁની કૃપાથી વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

કાર્યક્રમ દરમિયાન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોતાના વક્તવ્ય દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

 કાર્યક્રમના અંતે શાળાના આચાર્યબી.એન.વિડજાએ આભાર વિધિ દ્વારા તમામ દાતાઓનો આભાર પ્રકટ કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર