મોરબીના બેલા (રંગપર) નજીકથી CNG રીક્ષામાં વિદેશી દારૂ/બીયર સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમ બેલા ચેક પોસ્ટ નજીકથી સિએનજી રીક્ષામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમ બેલા ચેક પોસ્ટ નજીક આરોપી દીપસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.૨૯) રહે. જીવાપર તા. મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી સી.એન.જી. રિક્ષા રજીસ્ટર નં-GJ-36-U-6101 કિં રૂ.૧,૦૦,૦૦૦ વાળીમા નાની મોટી ઈંગ્લીશ દારૂની બોટલ તથા બીયર નંગ -૪૨ કિં રૂ.૯,૮૭૫ નો મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદાથી રાખી કુલ કિં રૂ.૧,૦૯,૮૭૫ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.