Monday, September 23, 2024

મોરબીના પૂર્વ DDO કે. રાજેશના ઘરે CBI ની ટીમના ટીમના દરોડા : ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના પૂર્વ DDO અને સુરેન્દ્રનગરમાં કલેકટર રહી ચૂકેલા આઈએએસ ઓફિસર કે. રાજેશના નિવાસસ્થાન સહીત અનેક સ્થળોએ દિલ્હીથી CBI ના અધિકારીઓની ટીમે દરોડા પાડતા રાજ્યભરના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત વતનના નિવાસસ્થાને CBI દ્વારા એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે. જમીનની ફાઈલો ક્લીયર કરવામાં તથા હથિયાર લાયસન્સ ઈસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે CBI દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ આંધ્રપ્રદેશના વતની અને મોરબીમાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા તેમજ વર્ષ 2011 ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી એવા કે. રાજેશના નિવાસ્થાને CBI ની ટીમ દ્વારા ગઈકાલે મોડી રાતથી દરોડા પાડીને તપાસ શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત કે. રાજેશના ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર અને આંધ્રપ્રદેશમાં તેમના વતનના નિવાસસ્થાને એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં કલેક્ટરના કાર્યકાળ દરમિયાન જમીનની ફાઈલો ક્લીયર કરવાના અને હથિયારના લાયસન્સ આપવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદો હતી. તમામ પ્રાથમિક ફરિયાદો પર તપાસ કર્યા બાદ દિલ્હી યુનિટ ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને તેના આધારે દિલ્હી યુનિટની CBI ટીમ ગઈકાલે ગાંધીનગર આવી હતી ત્યારબાદ એકસામટા દરોડા શરુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભ્રષ્ટાચારમાં કેટલાક વચેટીયાઓ પણ સામેલ હોવાની માહિતી મળી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને દરોડાની કાર્યવાહી દરમિયાન ભ્રષ્ટાચારને લગતા દસ્તાવેજો મળી આવવાની અને તેના આધારે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર